આજકાલ ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાન-પાનના કારણે લોકો વધતા વજન અને મેદસ્વીતાથી પરેશાન છે. આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધી રહી છે. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ્સનું સેવન કરવાથી લોકોનું વજન અસામાન્ય રીતે વધી રહ્યું છે. વજન વધારે વધી જાય તો તેનાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર સહિત ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેવામાં લોકોએ પોતાનું વજન કાયમ કંટ્રોલમાં રહે તેવા પ્રયાસ કરવા જોઇએ. આજે અમે તમને જણાવીશું કે ઉંમર અને ઉંચાઇ પ્રમાણે કેટલું વજન પરફેક્ટ માનવામાં આવે છે. તમે પણ ચેક કરી લો તમારી ઉંમર પ્રમાણે તમારું વજન બરાબર છે કે નહીં.

આપણા શરીરના વજન અને લંબાઈનું પણ ચોક્ક્સ પ્રમાણ હોય છે. જેનાથી માણસ તંદુરસ્ત છે કે કેમ તે પણ જોઈ શકાય છે. ઉંમર અને લંબાઈ પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ તે બાબતે જાણવું જરુરી છે. અને તેના માટે દરેક લોકોને પ્રશ્ન થતો હોય છે. કારણ કે વ્યક્તિની ઉંમર વધતાની સાથે સાથે તેનું વજન પણ યોગ્ય પ્રમાણમાં વધતુ હોવુ જોઈએ.Untitled 2 12

ઉદાહરણ પ્રમાણે જો તમારી લંબાઈ 4 ફુટ 10 ઈંચ હોય તો તેની સામે તમારુ આદર્શ વજન 41 થી 52 કિલ્લો હોવુ જોઈએ. તે જ પ્રમાણે જો તમારી લંબાઈ 5 ફુટ હોય તો તેમાં વ્યક્તિનું વજન 44 થી 55.7 કિલોની વચ્ચે હોવુ જોઈએ. અને જો તમારી લંબાઈ 5 ફુટ 2 ઈંચ હોય તો તેની સામે તમારુ વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવુ જોઈએ,

લંબાઈ 5 ફુટ 6 ઈંચ હોય તો વજન 53 થી 67 કિલોની વચ્ચે હોવુ જોઈએ

આજ રીતે તમારી લંબાઈ જો 5 ફુટ 4 ઈંચ હોય તો સામે તમારુ વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવુ જોઈએ. જો તમારી લંબાઈ 5 ફુટ 6 ઈંચ હોય તો વજન 53 થી 67 કિલોની વચ્ચે હોવુ જોઈએ. એજ રીતે જો તમારી લંબાઈ 5 ફુટ 8 ઈંચ હોય તો વજન 56 થી 71 કિલોની વચ્ચે હોવુ જોઈએ. જો 5 ફુટ 10 ઈંચ લંબાઈ હોય તો વજન 59 થી 75 કિલો હોવુ જોઈએ. તમારી લંબાઈ અને વજન મહત્વના ભાગ ગણાય છે.

મારી લંબાઈ 6 ફુટ હોય તો વજન 63 થી 80 કિલોની વચ્ચે હોવુ જોઈએ. તમારા વજન પ્રમાણે જો વજન ના હોય તો કોઈ ચિંતા કરવાની જરુર નથી કારણ કે તેના કારણે કોઈ નુકસાન નથી થતું. પરંતુ તમે આ પ્રમાણે ડાયટ કરીને સાચવી શકો છો.

તમારી ઉંમર 30 થી 39 વર્ષ હોય તો તેમા પુરુષનું વજન 90.3 કિલોની વચ્ચે હોવું જોઈએ

આજ પ્રમાણે મહિલા અને પુરુષના વજન વિશે વાત કરવામાં આવે તો આ પ્રમાણે હોવુ જોઈએ જેનો ખ્યાલ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ કે, જો તમારી ઉંમર 30 થી 39 વર્ષ હોય તો તેમા પુરુષનું વજન 90.3 કિલો હોવું જોઈએ અને મહિલાઓનું વજન 76.7 કિલો હોવુ જોઈએ.અને જો તમારી ઉંમર 19 થી 29 વર્ષ વચ્ચે હોય તો પુરુષનું વજન 83.4 કિલો હોવુ જોઈએ અને મહિલા હોય તો તેનુ વજન 73.4 કિલો હોવુ જોઈએ. તેમજ જો તમારી ઉંપર 40 થી 49 વચ્ચે હોય તો પુરુષનું વજન 90.9 કિલો હોવુ જોઈએ.અને મહિલાનું વજન 76.2 કિલો હોવુ જોઈએ.Untitled 1 10

BMI કેટેગરીમાં કરો ચેક

– અંડરવેટ: BMI < 18.5
– નોર્મલ: 18.5 ≤ BMI < 24.9
– ઓવરવેટ: 25 ≤ BMI < 29.9
– ઓબેસિટી: BMI ≥ 30

આ રીતે સમજો BMIનું ગણિત

– જો તમારો BMI 18.5 થી ઓછો છે તો તમે અંડરવેટ છો.
– જો તમારો BMI 18.5 અને 24.9ની વચ્ચે છે તો વજન નોર્મલ છે.
– જો તમારો BMI 25 અને 29.9ની વચ્ચે છે તો તમે ઓવરવેટ છો.
– જો તમારો BMI 30 કે તેનાથી વધારે છે તો તમે ઓબેસિટીનો શિકાર છો.

ઉંમર                              પુરુષોનું વજન                   મહિલાઓનું વજન

નવજાત શિશુ                   3.3 કિલો                          3.3 કિલો

2-5 મહિના સુધી              6 કિલો                            5.4 કિલો

6-8 મહિના સુધી              7.2 કિલો                         6.5 કિલો

9 મહિનાથી 1 વર્ષ             10 કિલો                          9.5 કિલો

2-5 વર્ષ સુધી                  12.5 કિલો                       11.8 કિલો

6-8 વર્ષ સુધી                  14-18.7 કિલો                   14-17 કિલો

9-11 વર્ષ સુધી                 28-31 કિલો                     28-31 કિલો

12-14 વર્ષ સુધી               32-38 કિલો                     32-36 કિલો

15-20 વર્ષ સુધી              40-50 કિલો                    45 કિલો

21-30 વર્ષ સુધી              60-70 કિલો                    50-60 કિલો

31-40 વર્ષ સુધી              59-75 કિલો                    60-50 કિલો

41-50 વર્ષ સુધી              60-70 કિલો                    59-63 કિલો

51-60 વર્ષ સુધી               60-70 કિલો                   59-63 કિલો

જો તમારે તમારું વજન નિયંત્રણમાં રાખવું હોય તો તમારે તમારી જીવનશૈલીને યોગ્ય રાખવી પડશે. પૌષ્ટિક આહાર લેવો પડશે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.