રાજકોટ: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. તેનો ફાયદો લઈને અમુક લોકો દ્વારા દર્દીઓ પાસેથી દવા અને ઈન્જેક્શનના બમણા પૈસા વસુવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારે ફરી રાજકોટની ઓનકૉવેક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને 8500 જેટલી ફેબિફલૂ દવાની ટેબલેટના શંકાસ્પદ જથ્થા જપ્ત કર્યો હતો.
માહિતી અનુસાર, બોમ્બે ડ્રગ વિભાગે ગાંધીનગરને જાણ કરીને ગાંધીનગરે રાજકોટને આદેશ કર્યો હતો. પરિશ્રમ પ્લાઝા કોમ્પ્લેકસ માં ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે દરોડા પાડી ઓનકો વેક દુકાન માંથી ડુપ્લીકેટ દવા પકડી પાડવામાં આવી. ફેબી મેક્સ-400 ડુપ્લીકેટ દવાની 8500 ટેબ્લેટ ડુપ્લીકેટ હોવાની આશંકા સાથે પકડી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન સંદર્ભે 23 જેટલા ગુનાઓમાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના 9, સુરત, રાજકોટ અને વડોદરાના 3-3 તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં 1-1 ગુનો નોંધવામાં આવ્યો હતાં.