જીએસટી કાઉન્સિલ દ્વારા AC અને નોન- AC હોટેલો પર પાંચ ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ગઇ કાલે મધરાતથી એનો અમલ કરવામાં આવ્યો હતો.
ગઇ કાલે મધરાતથી એનો અમલ કરવામાં આવ્યો હતો એટલે આજથી તમામ પ્રકારની રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવશે.
આજથી હોટેલોમાં પાંચ ટકા જીએસટીનો અમલ કરવામાં આવશે અને એને માટે હોટેલમાં મેન્યુના દરોમાં પણ ફેરફાર કરવા આવશ્યક છે. જો કોઇ રેસ્ટોરાં-હોટેલ વધુ જીએસટી વસૂલતી હોવાનું જણાય તો નાગરિકો ૧૮૦૦ ૨૨૫ ૯૦૦ નંબરની આ હેલ્પલાઇન-નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકશે.
જીએસટી પાંચ ટકા લાગુ થવાથી રેસ્ટોરાંઓ સસ્તી થવાથી ખાસ કરીને મધ્યમ વર્ગને મોટી રાહત થશે.
આજથી પાંચ ટકા કરતા વધું જીએસટી વસૂલનારી રેસ્ટોરાં પર કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.