મગફળીને સસ્તા કાજુ અથવા ગરીબોની બદામ પણ માનવામાં આવે છે. તેના સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યના લાભકારક ગુણો પણ હોય છે. મગફળીનો ઘણીય રીતે ઉપોય કરી શકાય છે. તેનુ તેલ પણ સ્વાદ તથા સ્વાસ્થ્ય માટે સારિં હોય છે. સૌથી મોટી વાત તે આપણી આસપાસ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
જો તમે શિયાળામાં મગફળી ખાઓ, તો તમારું શરીર ગરમ રહે છે. આ ખાસીમાં ઉપયોગી છે, તે ફેફ્સાને બળ આપે છે. ભોજન બાદ 50થી 100 ગ્રામ મગફળી ખાવાથી ભોજન ઝડપથી પચી શકે છે. શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.
મગફળીમા વિટામીન,મીનરલ્સ,અને એન્ટિ ઓક્સિજન પુરી માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીરનુ સ્વાસ્થ્ય સારું રહે ઉપરાંત તમે આખો દિવસ સ્ફુર્તિભર્યા રહો છો. તેની સાથે મગફળી માંથી પ્રોટીન મળે છે. એક ઈંડા બરાબર મગફલીમાં પ્રોટીન રહેલુ હોય છે. મગફળી ખાવાથી દૂધ, બદામ, તેમજ ઘીની પુરતી થાય છે.