નવયુગપરામાં સસ્તા અનાજની દુકાનેથી ગ્રાહકને ચોખ્ખા સાથે મરેલો ઉંદર જોખમાં અપાતા દેકારો: કોંગ્રેસી આગેવાનોએ મરેલો ઉંદર કલેકટરના ટેબલ પર મુકતા મામલો ગરમાયો

જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે લોકોને ચોખ્ખા સાથે મરેલા ઉંદેડા જોખમાં આપવામાં આવતા હંગામો મચી ગયો હતો અને એથી પણ આગળ આ મુદ્દે કોંગ્રી અગ્રણી જશવંતસિંહ ભટ્ટીએ મૃત ઉંદર સાથેનો ચોખ્ખાનો જથ્થો જિલ્લા કલેકટરના ટેબલ પર ઠાલવતા મામલો ગરમાયો હતો. જો કે, માફા-માફીના અંતે મામલો થાળે પડયો હતો અને આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા નિગમના અધિકારીઓને ચોખ્ખા સાથે મૃત ઉંદર કયાંથી અને કેમ આવ્યો તે મામલે તપાસનો આદેશ કર્યો હતો.vlcsnap 2018 04 16 13h52m18s126

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતી લોલંમલોલનો ઉત્તમ નમૂનો આજે બહાર આવ્યો હતો. જેમાં ઘાંચીવાડ વિસ્તારમાં નવયુગપરા શેરી નં.૭માં આવેલ સસ્તા અનાજના વેપારી ખોડાભાઈ હાજાભાઈ સાગઠીયાની સસ્તા અનાજની દુકાનેથી રેશનીંગ લેવા ગયેલા અરવીંદભાઈ માવજીભાઈ ચાવડા નામના રેશનકાર્ડ ધારકને ચોખ્ખા સાથે વજનમાં મૃત ઉંદર આપી દેવાતા રેશનકાર્ડ ધારકોએ આ મામલે કોંગ્રેસી આગેવાનોને જાણ કરતા કોંગ્રેસી આગેવાનો આ ઘોર બેદરકારી અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા.

દરમિયાન જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતી વેળાએ કોંગ્રી અગ્રણી જશવંતસિંહ ભટ્ટીએ ચોખ્ખાની થેલીમાં આવી ગયેલા મૃત ઉંદરને કલેકટર ડો.રાહુલ ગુપ્તાના ટેબલ પર ઠાલવતા જિલ્લા કલેકટર ઉકળી ઉઠયા હતા અને રજૂઆત કરવાની આ પધ્ધતિ યોગ્ય ન હોવાનું જણાવતા કોંગી અગ્રણી જશવંતસિંહ ભટ્ટીએ માફામાફી કરી મામલો સુલઝાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પુરવઠા નિગમના લાલચુ અધિકારીઓ દ્વારા ગરીબોને આપવામાં આવતા ઘઉં-ચોખ્ખાના જથ્થામાં અગાઉ કબુતરના પીંછા, ધૂળ, કોંકરેટ સહિતની વસ્તુઓ જતી હોવા છતાં લાપરવાહી દાખવતા હોવાની વ્યાપક ફરિયાદો સસ્તા અનાજના વેપારીમાંથી પણ ઉઠી છે ત્યારે આજે તો હદ વટાવી નિગમના લાપરવાહ અધિકારીઓએ ચોખ્ખાની ગુણીમાં મૃતક ઉંદર જ વજનમાં મોકલી આપતા આશ્ર્ચર્ય સર્જાયું છે.


બીજી તરફ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જોષી સમક્ષ કોંગી અગ્રણી અને ભોગ બનનાર રેશનકાર્ડ ધારક અરવિંદભાઈએ રજૂઆત કરતા જિલ્લા પુરવઠા અધિકારી જોષીએ ચોખ્ખાના જથ્થામાં મૃત ઉંદર કયાંથી આવ્યો ? કોની બેદરકારી છે ? તે સહિતની બાબતો અંગે તાકીદે તપાસ કરી રિપોર્ટ આપવા પુરવઠા નિગમના અધિકારીઓને આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.