તંત્ર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં ચોરી અને ઘટ સહિતની પ્રવૃત્તિ થતી હોવાના દુકાનદારોના આક્ષેપ : 5મીથી લડત શરૂ કરાશે

અબતક, રાજકોટ :  ગુજરાત એફપીએસ એસોસીએશન તથા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા નિમાયેલી હલ્લા બોલ કાર્યક્રમની કમીટી દ્વારા 5મીથી લડત શરૂ કરવામાં આવનાર છે. જેમાં ગોડાઉનો ઉપર હલ્લાબોલ પણ કરવામાં આવનાર છે.

એસોસિએશન દ્વારા ગઈકાલે ગુજરાત રાજ્યના પુરવઠા પ્રધાન તથા મુખ્યમંત્રીને રુબરુ મળીને દુકાનદારભાઈનેે પડતી હાલાકી વિરુદ્ધ પોતાના આગામી કાર્યક્રમ માટે આવેદન આપવામાં આવ્યું હતું  જેમાં  ખાસ કરીને દુકાનદારોને ફાળવવામાં આવતો જથ્થો કે જેમાં અનાજ ચોરીને કારણે મોટી ઘટ આવે છે તેના વિરુધ્ધ હલ્લા બોલ નામથી કાર્યક્રમ ચલાવવામા આવનાર છે તેના વિશે તથા અગાઉના પડતર પ્રશ્નો તથા અતિ મહત્વના મિનિમમ કમીશન 20000 રુપિયાના પ્રશ્ન માટે રજુઆત કરવામાં આવી હતી.

બન્ને એસોસીએશનના પ્રમુખો પ્રહલાદભાઈ મોદી તથા મહિપતસિંહ જાડેજા  તથા બન્ને એસોસીએશનના મહામંત્રીઓ અલ્પેશભાઈ શાહ રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાડીલાલભાઈ પટેલ રમેશભાઈ પરમાર ભરતભાઈ બારોટ પ્રવિણસિંહ વાઘેલા હિતુભા જાડેજા નરેશભાઈ ખખ્ખર વિક્રમસિંહ ઝાલા પરેશભાઈ પતીરા જે.એમ.ચૌહાણ તથા કલ્પેશ દંતાણી

પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મળીને વેપારીઓના પ્રશ્નોની ચર્ચા કરી હતી તથા આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મંત્રીએ આ હલાબોલ કાર્યક્રમ અંતર્ગત જે ગોડાઊન પર જે કોઈ અધિકાર કર્મચારી કે એજન્સી કસુરવાર ઠરશે તો તેના પર કડક પગલાં લેવામાં આવશે એવી બાંહેધરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથેની મુલાકાત વખતે ગોડાઊન ખાતેથી મળતા જથ્થામાથી ચોરાઈ જતું અનાજ વિતરણ થતા પડતી ઘાટી જે અગાઉ એક ટકો મજરે મળતી હતી તથા મીનીમમ વીસ હજાર કમિશન માટે  ચર્ચા કરવામા આવી હતી જેમાં મુખ્યમંત્રીએ અંગત રસ દાખવીને સાંભળી હતી તથા ઘટતું કરવાં બાહેધરી આપી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.