ડો.ઓમપ્રકાશે પુરવઠા અધિકારીનો ચાર્જ સંભાળ્યાના એક જ મહિનામાં જોવા મળ્યો અભૂતપૂર્વ બદલાવ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે છેલ્લા એક મહિનાી ગ્રામ્ય પ્રાંત ડો.ઓમપ્રકાશ ચાર્જ સંભાળી રહ્યાં છે. આ દરમિયાન તેઓની આગવી કુનેહ અને કડક વલણના કારણે ગેરરીતિનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. અગાઉ આધારકાર્ડના આધારે ફાળવણી તાં માલની ટકાવારી ૭૯.૨૯ ટકા હતી જે ડો.ઓમપ્રકાશના કારણે વધીને ૯૦.૬૧ ટકાએ પહોંચી છે.
ગ્રામ્ય પ્રાંત ડો.ઓમપ્રકાશ હાલ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીનો ચાર્જ સંભાળી રહ્યાં છે. જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા તી ગેરરીતિ ડામવા તેઓએ ચાર્જ સંભાળ્યાના શરૂઆતથી જ એકશન શરૂ કરી દીધી હતી. તાજેતરમાં જ તેઓએ સમગ્ર જિલ્લામાં સપાટો બોલાવી બે સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ કાયમી માટે રદ્દ કરી નાખ્યા હતા. ઉપરાંત ૮ દુકાનદારોના લાયસન્સ ૯૦ દિવસ માટે રદ્દ તેમજ ૧૨ દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આમ આધારકાર્ડ વગર માલનું વિતરણ કરી ગેરરીતિ આચરતા એક પણ સસ્તા અનાજના દુકાનદારને છોડવામાં આવ્યા ન હતા. ડો.ઓમપ્રકાશે ચાર્જ સંભાળ્યાને થોડા જ દિવસોમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અગાઉ ઓકટોબર માસમાં આધારકાર્ડ ઉપર માલની ફાળવણીની ટકાવારી ૭૯.૨૯ ટકા નોંધાઈ હતી. જે હાલ ૯૦.૬૧ ટકાને આંબી છે. આમ રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગની સરાહનીય કામગીરી તમામ જિલ્લાઓ માટે મોડેલ રૂપ બની જવા પામી છે.