• હડતાલને સમેટાવા અધિકારીઓ મેદાને પડ્યા હોવાના પ્રહલાદભાઈ મોદીના આક્ષેપો : જ્યાં સુધી માંગણી સંતોષાશે નહિ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો એસોસિએશનનો મક્કમ નિર્ધાર
  • સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ યથાવત રહી છે. હડતાલને સમેટાવા અધિકારીઓ મેદાને પડ્યા હોવાના પ્રહલાદભાઈ મોદીએ આક્ષેપો કરી સરકાર સામે ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે. જ્યાં સુધી માંગણી સંતોષાશે નહિ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો એસોસિએશને મક્કમ નિર્ધાર જાહેર કર્યો છે.

ગુજરાતભરમાં ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશને 1લી ઓક્ટોબરથી સસ્તા અનાજની દુકાનો બંધ રાખીને હડતાળ પાડી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે સસ્તા અનાજ દુકાનદારો હડતાળ પર ઉતરી ગયા હોવાને કરતો રાશનિંગ ચીજવસ્તુઓનું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને પૂરવઠા વિભાગ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશને 97 ટકા ફિંગર પ્રિન્ટને આધારે વેચાણ કરનારને 20 હજાર આપવાની માગ કરી હતી. જે સરકારે ન સ્વીકારતા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સે અસહકાર ચળવળ અંતર્ગત હડતાળ યથાવત રાખી છે.

અનાજના દુકાનદારોની હડતાળનો મામલે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ તાજેતરમાં સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. આ બેઠક બાદ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે જ અનાજનો જથ્થો મળી શક્યો નથી. સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે. સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે, પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે.

સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું, અમારી માંગણી 30 હજારની હતી. પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં. સરકારની શરત ગુજરાતી કહેવત જેવી છે જેમાં ” હોચ તો અવેળામાં આવે” તેવી છે. સરકારે શરત 7માં 97 ટકા ફિંગર પ્રિન્ટની વાત કરી છે. જો 100 ટકા ફિંગર પ્રિન્ટ થયું હોય તો સરકાર લેખિતમાં પૂરાવો આપે. કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે. બાયોમેટ્રિક કામ કર્યું હોય તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ ન થઈ હોય. સરકાર શા માટે જીદે ચડી છે, તે મને સમજાતું નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓને દર મહિને મિનિમમ રૂપિયા 20,000 કમિશન મળે એવો પરિપત્ર કર્યો છે, પરંતુ આ પરિપત્રમાં અલગ અલગ 12 શરતો મૂકવામાં આવી, જેના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના દુકાનદાર ભાઈઓ મિનિમમ રૂપિયા 20,000 કમિશન મેળવી શકતા નથી. જો કે, 15 ફેબ્રુઆરી 2024ના રોજ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો, જેમાં 300 કાર્ડની મર્યાદા દૂર કરી પરંતુ 97% વિતરણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી જે દુકાનદાર 97% વિતરણ કરશે. તેઓને મિનિમમ 20,000 રૂપિયા કમિશન મળવાપાત્ર થતું હોય મોટાભાગના વેપારીઓને કમિશનનો લાભ ન મળતાં રાજ્યના બે વેપારી સંગઠનો દ્વારા સરકારની નીતિ સામે જંગ છેડવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.