દેશના ૭ કરોડથી વધારે ડાયાબિટીસનાં દર્દીઓને હાલ ૨૦ થી ૨૫ રૂપિયામાં મળતી દવાઓ આગામી સમયમાં ૬ રૂપિયામાં મળતી થઈ જશે
છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે તમામ પ્રકારની સાધન સુવિધા સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. જેની, લોકોને ઓછો શારીરીક શ્રમ કરવાની જરૂર પડે છે. ભારતીયોમાં શારીરીક શ્રમ ઓછો થઈ રહ્યો હોય બેઠાડુ જીવનના કારણે ડાયાબીટીસની બિમારીનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતમાં ૭.૨ કરોડ લોકો ડાયાબીટીસથી પીડાઈ રહ્યાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. ડાયાબીટીસનો હાલમાં કોઈ ઈલાજ ન હોય દર્દીઓને ડાયાબીટીસને કાબુમાં રાખવા નિયમિત દવા લેવી પડે છે. આ દવાઓ હાલમાં ૨૦ થી ૨૫ રૂપિયાની વચ્ચે મળતી હોય દર્દીઓને દર વર્ષે લાખો રૂપિયાની દવા લેવા પાછળ ખર્ચવા પડે છે. જો કે, ડાયાબીટીસના દર્દીઓ માટે હવે સારા સમાચાર આવ્યા છે. જે મુજબ ટુંક સમયમાં તેમને સસ્તામાં દવાઓ મળતી થઈ જશે.
દેશના ૭.૨ કરોડથી વધુ ડાયાબીટીસના દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે આજથી ડાયાબીટીસની બ્લોકબસ્ટર દવાઓની સસ્તી આવૃત્તિ બજારમાં આવી રહી છે. સ્થાનિક દવા બજારથી ૨૦ થી વધુકંપનીઓ ડાયાબીટીસમાં સૌથી વધારે વપરાતી વિલ્ડાગ્લાટિટનની જેનેરીક દવા છે જેના કારણે વિલ્ડગ્લાટિટનની દવાના ભાવો રૂપિયા ૨૦ થી ૨૫ છે તે સસ્તા થઈને ૬ રૂપિયા પ્રતિ ટેબલેટ થઈ જવાની સંભાવના છે. આ ભાવો ઘટાડવા માટે બીજુ કારણ એ છે કે અત્યાર સુધી વિલ્ડાગ્લાટિટન દવાની પેટન્ટ સ્વિસ દવા કંપની નોવાર્ટિસ પાસે હતી પરંતુ ગઈકાલે તેમની આ દવા પરનો પેટન્ટ પરનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. જેથી ભારતીય દવા કંપનીઓ હવે આજથી આ દવાને જેનેરીક બજારમાં વેંચી શકશે. દેશની ડઝનેક કંપનીઓએ વધતા રૂપિયા ૧૪ હજાર કરોડના ડાયાબીટીસ થેરેપી માર્કેટમાં કાર્યવાહી કરવાની એક યોજના તૈયાર કરી લીધી છે. ટુંક સમયમાં દવા કંપનીઓની ડઝનને વટાવી તેવી સંભાવના છે. દવાના પેટન્ટની સમાપ્તિ સાથે આગામી કેટલાક મહિનામાં પ્રત્યેક રૂપિયા ૨૦-૨૫ થી ભાવ ટેબ્લેટ દીઠ ૬ પિયા થઇ શકે છે. ભારતીય ફાર્મા માટે પેટન્ટની સમાપ્તિ મહત્વની બાબત એ છે કે ગ્લિપટિનમાં વિલ્ડાગાપ્ટિન પ્રથમ છે. જે મૌખિક ડાયાબીટીશસ દવાઓનો પ્રમાણમાં નવો વર્ગ છે. આ ડાયાબીટીસની પ્રથમ દવા છે. જેનો પેટન્ટ નો અંત ઉઘોગ દ્વારા જોવામાં આવી રહ્યો છે. વિલ્ડાગ્લાપ્ટિન ડાયાબીટીઝ દવાઓના વર્ગનો એક ભાગ છે જેને ડિપ્ટિડલ પેપ્ટિડેઝ અથવા ડીપીપી૪ અવરોધકો કહે છે. આ દવાની શોધ થયેલી બ્રાન્ડ ગાલવસ (મેટફોર્મિનના સંયોજન સાથે) આશરે રૂપિયા ૬૦૦ કરોડની આવક કરી છે. જે કુલ વિલ્ડાગલિપ્ટિન માર્કેટમાં રૂપિયા ૯૫૦ કરોડનો મુખ્ય હિસ્સો છે.
આ કંપનીએ યુએસવી, સિપ્લા અને એબોટ સાથેના કરારો પણ કર્યા છે. તેમની બ્રાન્ડ જાલરા, વ્યાસોવ અને ઝોમેલીસ અનુકમે પ૦ એમજી વિલ્ડાગલિપ્ટિનમાં ઉપલબ્ધ છે. અને મેટફોર્મિન સાથે સંયોજનમાં ઉપલબ્ધ છે.
મુંબઇ સ્થિત એરિસ લાઇફસીન્સ દ્વારા નોવાર્ટિસ પાસેથી લગભગ ૧૦૦ કરોડમાં ઝુમલીસને હસ્તગત કરી અને યુ.એસ.વી. જલરાને હસ્તગત કરવા માટે વાટાઘાટો કરી રહી છે. નોવાટિસના પ્રવકતાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે જયારે પેટન્ટ સમાપ્ત થાય છે ત્યારે ઉચ્ચ ગુણવતાની જેનરિકસ આરોગ્ય સંભાળના એકંદર ખર્ચને ઘટાડવામાં અને શોધ, વિકાસ, વ્યાપારીકરણ અને બજારના વિશિષ્ટતાના નુકશાનના વર્તુળમાં વિશ્ર્વભરના સમાજો માટે દવાઓનો વપરાશ સુધારવામાં મદદ કરે છે અમે ભારતમાં ગેલ્વસના ઇનોવેટર પરમાણુ દ્વારા ડાયાબીટીસથી જીવતા લોકોની સેવા કરવાનું ચાલી રાખીશું.
ઉપરાંત અનય કંપનીમીયડસ પેનાસીઆ બોયોટેક, એમ્સ્કયુર એરિસ, મેકલેઓડસ એરિસ્ટો ફાર્મા, સિપ્લા, માઇક્રો લેબ્સ, યુએસવી, ઇન્ટાસ, મેનકાઇન્ડ ફાર્મા, તેમજ નાના પ્રાદેશીક ખેલાડીઓ સહીત જેનેરીંક વિલ્ડાગ્લાપ્ટિન લોન્ચ કરે છે. તેવી સંભાવના છે. આ ઉચ્ચ વોલ્યુમ અને ઉચ્ચ વૃઘ્ધિનું બજાર છે તેથી સારા ખેલાડીઓ માટે અવકાશ છે. કં૫નીની ડિફરન્સલ પોઝીશનીંગ અને બ્રાન્ડ ઇકીવટીના આધારે પ્રાઇસીંગ બદલાઇ શકે છે. એમકયુર ફાર્માના એકિઝકયુટિવ ડીરેકટર, નમીતા થાપરે એ જણાવ્યું હતું કે આ મહિનામાં તે બજારમાં પ્રવેશ કરશે. કંપનીએ નોવાર્ટિસ સાથે ત્રણ વર્ષ પહેલા પોતાનો કરાર સમાપ્ત કર્યો હતો ટેબ્લેટ દીઠ ભાવ ઘટશે તેથી બજાર વધુ પોસાય તેવી સારવાર તરફ વળશે. જે પછી મોટા પ્રમાણમાં દર્દીઓ માટે સુચવવામાં આવી શકે છે. એમ પેનાસીઆ બાયોટેકના એમડી રાજેશ જૈને જણાવ્યું હતું.
વિલ્ડાગલપ્ટિન પાસે ૩૬૦૦ કરોડ રૂપિયા ૫યાના ગ્લિપટિન્સ માર્કેટનો ચોથો ભાગ છે. તેમ છતાં પ્રિસ્ક્રિપ્શનો ઓછી કિંમતના ટેનેલિગ્લિપ્ટિનનું વર્ચસ્વ છે. ટેનેલિગ્લિપ્ટિન તેને પર વડે તેવી સાથે બજારને અવરોઘ્યું અને બે વર્ષના ગાળામાં ૧૦૦ થી વધારે બ્રાન્ડસને સ્૫ર્શ કરવાના નિર્ણાયક સિમાચિહ્મ પર પહોંચનાર પ્રથમ અણુ બની ગયો. વિલ્ડાગલિપ્ટિનના કિસ્સામાં પણ આવી જ વલણ અપેક્ષિત છે. જેને ઘણી કંપનીઓ મેદાનમાં ઉતરીને વધુ સારી અને સલામત રચના ગણવામાં આવે છે. રપ થી વધુ કંપનીઓના પ્રવેશ સાથે દવાની કિંમત એક દિવસની ઉપચાર માટે ૧૦ રૂ પિયાની આસપાસ થઇ શકે છે. લેન્ડસ્કેપમાં ધરખમ ફેરફાર થાય છે અને અદ્યતન ગ્લિપેટિન ઉપચારમાં વધુ દર્દીઓ લાવી શકે છે. અને નિષ્ણાતોએ ઉમેયુૃ હતું.