પ્રતિલોક પાટી પ્લોટ ખાતે આયોજન: બંસરી મ્યુઝીકલ ગ્રુપના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠશે: મોહન કુંડારીયા, કુંવરજી બાવળીયા, મનોજ અગ્રવાલ, બંછાનીધી પાની, બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો આપશે હાજરી: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે
ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સમાજના ભાઇઓ-બહેનો માટે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ છે. સમાજના યુવાન વર્ગના ભાઇઓ-બહેનો સાંસ્કૃતિક કાયક્રમ પ્રત્યે રુચી જળવાઇ રહે અને એક બીજા સંપથી જોડાયેલા રહે તેવા હેતથી ચુંવાળીયા કોળી સસમાના યુવાન ભાઇઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્પંદન રાસોત્સવ નામે એક દિવસીય દાંડીયા રાસનું આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમ ૧પ૦ ફુટ રીંગ રોડ પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાના મવા સર્કલ ખાતે કાલે સાંજના ૭.૩૦ થી ૧૦.૩૦ કલાક સુધી રાખવામાં આવેલ છે અને ખુબ જ વિશાળ ગ્રાઉન્ડમાં અઘ્યત્ન સાઉન્ડ સીસ્ટમ સાથે બંસરી મ્યુઝીકલ ગ્રુપના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠશે અને અન દિવસે શરદ પુનમ હોય તેથી પુનમના અજવાળે આ કાર્યક્રમ અલગ રીતે દીપી ઉઠશે.
કાર્યક્રમના મુખ્ય આયોજક હરેશ પરસોંડા એડવોકેટ, વિજયભાઇ મેથાણીયા, ભરતભાઇ પંચાસરા, દેવભાઇ કોરડીયા, દિપકભાઇ માનસુરીયા, જીતુભાઇ વઢરકીયા, આશીષભાઇ ડાભી, ભરતભાઇ ડાભી, રઘુભાઇ ઝીંઝુંવાડીયા અને ભરતભાઇ બાળોન્દ્રા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
શરદોત્સવને ભવ્ય બનાવવા આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ સુ.નગર દેવજીભાઇ ફતેપરા, પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા પરસોતમભાઇ સાબરીયા, પ્રમુખ ચુંવાળીયા કોળી સમાજ (ગુજરાત રાજય) વિરજીભાઇ સનુરા, બાબુભાઇ ઉઘરેજા, દિનેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ઝીઝુવાડીયા, મીહીરભાઇ સીતાપરા, છોટુભાઇ પરસોંડા, નટુભાઇ કુંવરીયા, મનસુખભાઇ ધામેચા, જેન્તીભાઇ બોરીચા, વિનોદભાઇ સોલંકી, રણછોડભાઇ ઉઘરેજા, જેસીંગભાઇ રાઠોડ, અર્જુનભાઇ બાબરીયા, ગોરધનભાઇ જાખેલીયા, પરાગભાઇ મકવાણા, દિપકભાઇ બાબરીયા, મનુભાઇ આહુદ્રા વિગેરે સમાજના આગેવાનો ઉ૫સ્થિત રહેશે તેમજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, સાંસદ મોહનભાઇ કુંડરીયા, કમલેશભાઇ મીરાણી, બીનાબેન આચાર્ય, નીતીનભાઇ ભારદ્વાજ જૈમીન ઠાકર, મનીશભાઇ રાડીયા વિગેરે ઉ૫સ્થિત રહેશે.