વર્ષમાં આવતી ચાર નવરાત્રીમાંની એક ચૈત્રી નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. ચૈત્રી નવરાત્રીએ અનુષ્ઠાનની નવરાત્રી કહેવાય છે. બાવન શક્તિપીઠોમાંની એક શક્તિ પીઠ એટલે સૌરાષ્ટ્રમાં આવેલા ચોટીલાના ડુંગરે બિરાજતી ચામુંડા દેવી. ચૈત્રી નવરાત્રીમાં ખાસ કરીને માતાજીના ઉપાસકો માટે અનુષ્ઠાન કરી ભગવતીની ભક્તિ કરવા માટેનું પર્વ છે.
ચોટીલામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે વહેલી સવારી જ માડીનાં ભક્તો ઉમટી પડે છે. ચૈત્ર મહિનાનો તડકો અને એની ગરમી આકરી હોય છે. આી વહેલી સવારના ટાઢકભર્યા અને ખુશનુમાં વાતાવરણમાં ભક્તો ચોટીલાનો ડુંગરો ચઢવાનું શરૂ કરે છે. ગુજરાતભરમાંથી જ નદી પણ ભારત તેમજ વિદેશોમાંથી પણ ચૈત્રી નવરાત્રીએ ભાવિકો ભગવતીનાં દર્શને આવે છે.
એક કવિએ માં વિશે કહ્યું છે કે, ‘મુખી બોલું માં પછી બાળપણ મારૂ સાંભરે પછી મોટપની મઝા, મને કડવી લાગે કાગડા’ માતાજીનો દરેક કવિ-સાહિત્યકારોએ માંનો મહિમા વર્ણવામાં કોઈ કચાશ રાખી ની. ભગવતીના સ્વરૂપો અલગ-અલગ છે પણ તેનું સાર તત્ત્વ એક જ છે જે છે ‘માં’ માંને પ્રિય એવી ચૂંદડી અને લાલ ચટક કૂમકૂમની ચોટીલામાં બારે માસ બહોળા પ્રમાણમાં માંગ રહે છે. ચોટીલા આવતા દર્શર્નાી અહીંથી લાલ ચટક કૂમકૂમ‚પી પ્રસાદી સગા-વહાલા અને અડોશ-પડોશમાં ભેટ-પ્રસાદ સ્વ‚પે આપવા ખાસ લઈ જાય છે.
હાલ ઉનાળાની સીઝન ચાલુ ઈ ગઈ છે અને ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચોટીલા ખાતે ગુજરાતભરી શ્રધ્ધાળુઓનો પ્રવાહ ચોટીલા તેમજ આજુબાજુના ધાર્મિક સ્ળો પર ઉમટી પડયો છે. ચોટીલામાં વહેલી સવારની પહેલી આરતીનાં દર્શનનો લાભ લેવા ધસારો ઈ રહયો છે ત્યારે તળેટીમાં આવેલી દુકાનદારો પણ વહેલી સવારી જ દૂકાનો ખોલી નાંખે છે. આમ પણ ચોટીલા તિર્થ ક્ષેત્રમાં બારેમાસ ભીડ રહેતી હોય છે. પણ આશો અને ચૈત્રી નવરાત્રીએ ભક્તોનો પ્રવાહ વધી જાય છે.બોર્ડની પરીક્ષાઓ પુરી યા પછી વિર્દ્યાીઓ અને હાશકારો અનુભવતા વાલીઓનો ધસારો પણ બે દિવસી ખાસો વધ્યો હોવાનું તળેટીમાં પુલીયાની દુકાન ધરાવતા અને વેપારીએ ‘અબતક’ને જણાવ્યું હતું. મોડીરાત્રે ચોટીલા પહોંચતા બહારગામનાં શ્રધ્ધાળુઓને કારણે ચોટીલાનાં ગેસ્ટ હાઉસો હાઉસફૂલ ઈ જાય છે. વહેલી સવારની થોડી ઠંડક પછી ધોમધખતા તાપને લીધે ઠંડા-પીણા તા શેરડીના રસના ધર્ંધાીઓને તડાકો બોલી ગયો છે.