- શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘના આંગણે
- ચાતુર્માસ પૂનિત પધરામણી સમયે પૂ.જયશેખરસુરીશ્ર્વરજી મ.સાએ ભાવિકોને પ્રથમ માંગલીક સંભળાવ્યું:હજારોભાવિકોએ નવકારશીનો લીધો લાભ
કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ ના પુનિત આંગણે, નિર્માણાધિન નૂતન જિનાલય જયાનંદ ધામ(નવ ગ્રહ જિનાલય)માં બિરાજમાન થનાર પરમાત્મા, ગણધર અને દેવ-દેવીઓની પ્રતિમાઓનો નગર પ્રવેશ પ.પૂ. આચાર્યદેવ આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ સંવત ર080 ના અષાઢ સુદ બીજ ને રવિવાર પરમકૃપાશિષ પૂ. યુગદિવાકર આ. ધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા., શતાવધાની આ. જયાનંદસૂરીશ્વરજી મ.સા., ચાતુર્માસ પુનિત પધરામણી પૂ. આ. જયશેખરસૂરીશ્વરજી મ.સા, પૂ. મુનિ મતિપૂર્ણવિજયજી મ., પૂ. સાધ્વી અર્હતકલાશ્રીજી મ., પૂ. સાધ્વી નમ્રકલાશ્રીજી મ., પ્રવેશ અવસરે ઉપસ્થિત પૂ. સાધ્વીજી દિવ્યાશ્રીજી મ. સા. હાજર રહેલ.. નવકારશીમાં 1084 ભાવિકોએ લેન્ડમાર્ક બિલ્ડીંગ, લીબુંડીવાડી મેઈન રોડ ખાતે લાભ લીધેલ..ત્યારબાદ પ્રવેશયાત્રા નો પ્રારંભ થયેલ. ચાતુર્માસ પ્રવેશ સવારે 10:00 કલાકે થયેલ. ભવ્યાતિભવ્ય વરઘોડો કે જેમાં બાઇક સવારો, બાળકો અને ઘોડાવાળા ભાઈઓ પાસે શાસન ધ્વજ સાથે કળશધારી બહેનો, 20 ભગવાનના રથ જેમાં નવ પરમાત્મા બે ગણધર ભગવાન આઠ દેવ દેવીઓ એક ગુરુ મહારાજ નો સમાવેશ કરવામાં આવેલ… વરઘોડામાં પૂજ્ય ગુરુ ભગવંતો ની આગળ બેન્ડ પાર્ટી શ્રાવક શ્રાવિકાઓ સાથે ડોમમાં ખૂબ જ ઉત્સાહ થી પ્રવેશ થયેલ ત્યાં પ્રવેશ ની વિધિ કરવામાં આવેલ ત્યારબાદ ગુરુવંદન, પ્રાસંગિક પ્રવચન, મોટી શાંતિ, ઉછામણી અને ચાતુર્માસ દરમિયાન સિદ્ધિ તપ, ઉપધાન, 11 શનિવાર મુનિસુવ્રત સ્વામી 108 અભિષેક, ચાતુર્માસ બાદ જ્યાનંદ ધામમાં 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે. જેની જાણકારી આપવામાં આવેલ. પૂ. નો ચતુર્માસ પ્રવેશ કાર્યક્રમ સંપન્ન થયેલ અને ભાવિકોને ચાતુર્માસનું પ્રથમ માંગલિક સંભળાવેલ અને ચાતુર્માસ ની શુભ શરૂઆત કરવામાં આવેલ.. નવકારશીના લાભાર્થી રંજનબેન રમેશચંદ્ર શાહ(લોદરીયા) પરિવાર, દિવ્યાબેન કેતનભાઈ શાહ, રાજેશ્રીબેન તરૂણભાઈ શાહ, અમિતાબેન સંજયભાઈ શાહ, ભાવિનીબેન સંજયભાઈ પટેલ હતાં કાર્યક્રમ પૂર્ણ થયે પધારેલ 1396 ભાવિકોએ સ્વામિવાત્સલ્ય નો લાભ લીધેલ.