છતીસગઢની ટેટૂ કળા – ફિલ્મી અને ક્રિકેટની દુનિયામાં ઘણા એવા સિતારા છે જે ટેટૂના શોખીન છે.ફક્ત સિતારા જ નહીં પરંતુ અત્યારના યુવાનો પર પણ ટેટૂ બનાવવાનો શોખ છવાયેલો દેખાય છે.આ જ કારણ છે કે વધુમાં વધુ લોકો પોતાના શરીરના અલગ અલગ ભાગ પર મોર્ડન અને કલાત્મક ટેટૂની ડિઝાઇન કરાવે છે.
આજના યુવાનો ભલે કલાત્મક ટેટૂના શોખીન હોય પરંતુ આ કળા બહુ જ જૂની છે.ખાસ કરીને છતીસગઢની ટેટૂ કળાને જોઈને કોઈપણ આ જ કહેશે કે આધુનિક જમાનાના ટેટૂ આ જ જૂની કલાનો એક નવો અંદાજ છે. છતીસગઢની ટેટૂ કળા એકદમ અનન્યા અને જૂની માનવામાં આવે છે.
છતીસગઢની ટેટૂ કળા :
છતીસગઢની ટેટૂ કળા વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે. માન્યુ કે બદલતા જમાનાની સાથે-સાથે ટેટૂની જગ્યા મોર્ડન ટેટૂએ લઈ લીધી છે,તેમ છતા તેની પૌરાણિક ટેટૂ કળા પોતાની એક અલગ જ પહેચાન રાખે છે.
એક જમાનામાં આદિવાસી લોકો પોતાના પૂરા શરીરમાં ટેટૂ કરાવતા હતા.અને પરિણીત સ્ત્રી પણ પોતાના હાથ પર ટેટૂ કરાવતી હતી.પરંતુ બદલતા જમાનાની સાથે આ ટેટૂ કળાનો અંદાજ પણ બદલાઈ ગયો.
કપડાં પર થયો ટેટૂ કલાનો વિસ્તાર :
હવે આ કલાને શરીર પર નહીં પરંતુ કાપડ પર ઉતારવામાં આવે છે. તમને જાણ થાય કે સાડી અને કપડાં પર બનનારી ટેટુ કળા પહેલા ઘણી મર્યાદિત હતી.તેને ફક્ત ઘરની વસ્તુઓ અને પહેરવાના કપડાં પર ઉપયોગ કરવામાં આવતો હતો.
છેલ્લા થોડાક સમયમાં છત્તીસગઢ હેન્ડીક્રાફ્ટ ડેવલોપમેન્ટ બોર્ડે આ કલાથી જોડાયેલા કલાકારોને સારી બજાર પ્રદાન કરાવ્યુ છે.જેના કારણે આ કલાને વિદેશોમાં પણ પોતાની એક ઓળખ બની ગઈ છે.
ટેટૂની સામે નિષ્ફળ થયા મોર્ડન ટેટૂ :
મહત્વની વાત તો એ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પણ છતીસગઢની ટેટૂ કળાએ લોકોને વધુ આકર્ષિત કર્યા હતા.આ કળા જેણે જોઈ તે લોકો તેના દિવાના થઈ ગયા.તમને જાણ થઈ કે છતીસગઢની આદિવાસી સ્ત્રીઓ આ પરંપરાગત કળાને જીવંત રાખવા માટે સાડીઓ અને કપડાઓ પર તેને ચિત્રે છે,જેની બજારમાં પણ વધારે માંગ છે.
સાડીઓ અને કપડાઓ પર ઉતારવામાં આવેલ પરંપરાગત ટેટૂ કળાને જોઈને એવું લાગે છે કે જાણે આ કળાની સામે આજના મોડર્ન ટેટૂ પણ નિષ્ફળ ગયા છે.તેથી જ છતીસગઢની આદિવાસી સ્ત્રીઓ દ્વારા કપડાં પર કરવામાં આવેલી આ કળાને ફક્ત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્વીકારવાંમાં આવી છે.
જો કે સાડીઓ પર ટેટૂ કળાથી ચિત્રકારી કરવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે.કપડાં પર ટેટૂ કલાથી ચિત્રકારી કરીને છતીસગઢની આ પરંપરાગત કલાને ફરીવાર એક બ્રાન્ડ રૂપે સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.