એર ઇન્ડિયા હવે ચેટ જીપીટીનો ઉપયોગ કરી ડિજિટલ સુવિધાઓ સુદ્રઢ બનાવશે, 1600 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
દિન પ્રતિ દિન ટેકનોલોજી નો ઉપયોગ ખૂબ ઝડપી બની રહ્યો છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ચેટ જીપીટી હવાઈ સફરને પણ માનવ રહિત બનાવી દેશે. એર ઇન્ડિયા હવે તમામ ડિજિટલ સુવિધાઓ ને સચોટ બનાવવા માટે ૧૬૦૦ કરોડ રૂપિયાનો રોકાણ કરશે જેનાથી એર ઇન્ડિયાના ગ્રાહકોને તમામ ડિજિટલ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકશે. ચેક જીપીટી નો ઉપયોગ વધારવા એર ઇન્ડિયા તેની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન ને વધુ વિકસિત બનાવશે અને યુઝર ફ્રેન્ડલી એટલે કે સરળતાથી ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે તે માટે ચેટ જીપીટી અત્યંત મદદરૂપ સાબિત થશે.
વૈશ્વિક સ્તર ઉપર સ્પર્ધામાં રહેવા એર ઇન્ડિયા દ્વારા ચેટજીપીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ડિજિટલ ટેકનોલોજી વધુ વિકસિત થશે અને વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ હાથ ધરાશે. પરિણામે એર ઇન્ડિયાના ગ્રાહકોને ફ્લાઇટને લગતી તમામ વિગતો રીયલ ટાઈમ કસ્ટમર સપોર્ટ, ડિજિટલ માર્કેટિંગ સહિત અનેક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. ટાટા ગ્રુપ હેઠળ ચાર એરલાઇન આવેલી છે જેમાં એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ , એઆઈએક્સ કનેક્ટ અને વિસ્ટારાનો સમાવેશ થાય છે. ચેકચી.પી ડિજિટલ ક્ષેત્રે ખૂબ જ મોટી ક્રાંતિ સર્જી રહ્યું છે ત્યારે હવે હવાઈ મુસાફરી માનવ રહિત બનાવવા એર ઇન્ડિયા બાદ વિવિધ એરલાઇન કંપનીઓ ચેક જીપીટી નો ઉપયોગ કરશે અને આવનારા દિવસોમાં વધુ સરળ પ્રક્રિયા પણ બનાવવામાં આવશે.