આજના જમાનામાં Googleએ જીવનનું અગત્યનું અંગ બની ગયું છે. કંઈ પણ માહિતી Google પર ગણતરીની સેકન્ડમાં જ મળી જાય છે. કોઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન હાલ ગુગલ પર છે. ગુગલ પર ગમે તે શોધી શકો છે મેળવી શકો છે ગુગલ વગર આજે લોકોનું જીવન અશકય છે પરંતુ શું તમે ક્યારેય માર્ક કર્યું કે ગુગલને તમે પ્રશ્ન કરશો તો તે તમને જવાબ તો આપશે પરંતુ તે એક નહિ અનેક સ્વરૂપ હશે ત્યારે હવે તમે તમારી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો પણ કેવી રીતે ચાલો જાણીએ વિગતવાર…
જો તમે એક સોશિયલ મીડિયા યુઝર છો તો તમે સાંભળ્યું જ હશે કે લોકો ચેટ જીપીટીની વાતો કરી રહ્યા છે. શું છે આ ચેટ જીપીટી શું ખરેખર તે ગુગલ ને ટક્કર આપવા આવ્યું છે કે આ એક સર્ચ એન્જીન છે ? તમારા મનમાં આવા અનેક પ્રશ્નો થતા હશે. ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ છે જે તમને એક તમારા પ્રશ્નનો એક ટૂંકો જવાબ આપશે. ચેટ જીપીટી દ્વારા આપવામાં આવેલા આ જવાબમાં તમને વધારાના શબ્દો જોવા મળશે નહિ આ કામ ચેટ જીપીટી ગણતરીની સેકેન્ડોમાં જ કરી આપશે.
તમે અલાદીન અને તેના ચિરાગનું નામ સાંભળ્યું જ હશે જેનો ફેમસ ડાયલોગ હતો જો હુકમ મેરે આકા… અલાદીન જિનને કોઈ પણ કામ માટે હુકમ કરતો અને જિન ગણતરીની મીનીટોમાં જ તેનું કામ કરી આપતો આ ચેટ જીપીટી કંઈક આવી જ રીતે કામ કરશે તમે તેણે કોઈ પણ પ્રશ્ન પૂછશો તે ગણતરીની સેકેન્ડોમાં જ જવાન આપશે. એવું કહી શકાય કે ચેટ જીપીટી એ આધુનિક યુગનો જિન છે ચાલો જાણીએ વિગતવાર શું છે ચેટ જીપીટી ??
Chat GPTએક જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર લેંગ્વેજ મોડલ છે. જેને ઓપન એઆઈ દ્વારા વિકસાવવામાં આવી છે. ચેટ જીપીટી એ બે શબ્દોનો બનેલો છે ચેટ + જીપીટી….ચેટ એટલે વાતચીત અને જીપીટી એટલે જનરેટીવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. આ પ્રકારની મશીનને ‘ચેટ બોકસ’ કહેવામાં આવે છે જે સર્ચ બોક્સમાં લખેલા શબ્દોને સમજીને લેખ, ટેબલ, સમાચાર, કવિતા જેવા ફોર્મેટમાં જવાબ આપી શકે છે. આ એક આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટુલ છે જે પોતાની અકલ લગાવીને કામ કરી શકે છે.
AI એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પાસે ડેટા આવે છે ક્યાંથી ??
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા મશીનની વિચારવાની અને શીખવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે. તે સંશોધનની એક શાખા પણ છે જેનો હેતુ કોમ્પ્યુટરને “સ્માર્ટ” બનાવવાનો છે. આ બાબતનો ખ્યાલ ત્યારે આવ્યો જયારે વર્ષ 1997માં સુપર ફાસ્ટ કોમ્પ્યુટર ડી-બ્લુએ ચેસ કોમ્પીટીશનમાં માણસને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડેટા માણસ પાસેથી જ કલેક્ટ કરે છે અને એ ડેટા સેવ કરીને રાખે છે.
ચેટ GPT એ ઓપન એઆઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. સૌપ્રથમવાર 2018 માં એક સંશોધનમાં પ્રકાશિત થયું હતું. તે પ્રશ્ન જવાબ, ભાષા અનુવાદ અને ફકરા બનાવવા વગેરે માટે બનાવવામાં આવ્યું હતું. ચેટ જીપીટીના સ્થાપકો વિશે વાત કરીએ તો, સેમ ઓલ્ટમેન અને એલોન મસ્કએ 2015 માં તેની શરૂઆત કરી હતી.
ચેટ જીપીટી શું શું કરી શકે છે ??
ચેટ જીપીટી તમને બધી જ વસ્તુના જવાબ આપી શકશો. ઉ.દા તમે જો તેણે પૂછશો કે મારે વજન ઘટાડવા શું કરવું જોઈએ તે તમે એ ટૂંકો જવાબ આપશે જેમાં તમારા પ્રશ્નોના સારાંશ આવી જશે. ચેટ જીપીટી તમને દર વખતે એક જ પ્રશ્નના અલગ-અલગ જવાબ આપી શકે છે કારણકે તે સમય સાથે પોતાને અપડેટ કરતું રહે છે. ચેટ જીપીટીનું આ વર્ઝન પ્રોટોટાઇપ છે જે કોમર્શીયલ વર્ઝન શરુ કરતા પહેલા ડેમો માટે બજારમાં મુકવામાં આવે છે જેનાથી ખબર પડી શકે કે આ પ્રોડક્ટમાં શું ખામી છે અને શું સુધારો છે !!
ચેટ જીપીટી લીમીટેશન્સ શું છે ??
ચેટ જીપીટી હાલ ઓપન સોર્સ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. ચેટ જીપીટીમાં ફક્ત વેબસાઈટ પરથી માહિતી મેળવી શકાય છે. આગળ જતા ચેટ જીપીટીમાં આવનારા દિવસોમાં તે લોકો પાસેથી પૈસા પણ વસુલી શકે છે.
> ચેટ જીપીટીથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. કોઈ પણ પ્રોફેશનલ વ્યક્તિ જો કામને લગતી બાબત માટે કોઈ નાનો વિષય સમજવા માંગતા હો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ હોમવર્ક માટે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી.