એપેલેટ ટ્રિબ્યુનલ 2024 થી કાર્યરત થઇ જશે : ટ્રિબ્યુનલ બેન્ચની નિમણુક કરાશે
જીએસટી લાગુથયા તેને છ વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ત્યારે આવકવેરા વિભાગની જેમ એપેલેટ ટ્રીબ્યુનલ જીએસટીમાં ન હોવાના કારણે અનેક પ્રશ્નો સર્જાયા છે.
હાલના સમયમાં જીએસટીમ રિટર્ન ફાઈલ કરવાથી લઈ ટેક્સ, ઇ વે બીલ, બોગસ બીલીંગને નોટિસ અત્યાર સુધીમાં હજારો કરદાતાઓ મોકલવામાં આવી છે. ત્યારે જે તે કરદાતાએ પોતાનો પક્ષ ક્યાં મુકવો તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ સરકારે દેશના 31 રાજ્યોના 46 શહેરોમાં જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં જીએસટી ટ્રિબ્યુનલ ઉભી થતાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઘણો ફાયદો પહોંચશે જેને લઇ સરકારના આ નિર્ણયને સીએફએટર નીતિ દ્વારા આવકારવામાં આવ્યો છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હવે અમદાવાદ ધકો નહિ ખાવો પડે : સી.એ. વિનય સાકરીયા
છેલ્લા લાંબા સમયથી ઇન્કમટેક્સ અને જીએસટીમાં પ્રેક્ટિસ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનય સાકરીયા જણાવ્યું હતું કે અત્યારે જીએસટી ને લગતા કોઈપણ પ્રશ્નો માટે દરેક ચાર્ટર્ડ એકાઉન્ટે અમદાવાદ ધકો ખાવો પડતો હતો અને એ સમય પણ ખૂબ વ્યક્તિત થતાં જે યોગ્ય નિર્ણય આવવો જોઈએ તે આવતો ન હતો ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશના 46 શહેરોમાં જે એપેલેટ રિબ્યુનલ ની રચના કરવામાં આવી છે તેનાથી ઘણો ફાયદો પહોંચશે અને હવે એક જ સ્થાનેથી જીએસટી ને લગતા પ્રશ્નોનું નિવારણ આવશે. સૌરાષ્ટ્ર કચ્છ અને દીવના જીએસટી કેસ રાજકોટ ખાતે જ નિવારવામાં આવશે.
જીએસટીને લગતા કેસ હવે રાજકોટથી ઉકેલાઈ જશે : સી.એ. કલ્પેશ પારેખ
જીએસટી પ્રેક્ટિસ કરી રહેલા સી.એ કલ્પેશ પારેખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે એપેલેટ ટ્રિબ્યુનલ શરૂ કરવાનું જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે કારણ કે જ્યારથી જીએસટીની અમલવારી શરૂ થઈ તે સમયથી જીએસટીના લગતા કેસો માટે કોઈ યોગ્ય સ્થળ નહતું અને કર્દાતાઓએ મુખ્યત્વે માં તેમનો કેસ દાખલ કરવો પડતો હતો અને નિર્ણય આવવામાં પણ ખૂબ વધુ સમય લાગતો હતો.
હવે રાજકોટ ખાતે એપેલેટ ટ્રિબ્યુનલ આવતા જીએસટી ને લગતા કહેશો હવે અહીંથી જ ઉકેલાઈ જશે અને સમય મર્યાદા પણ ખૂબ ઓછી રહેશે જેનાથી જીએસટી. ના કરદાતાઓ ને ઘણી સાનુકૂળતા રહેશે
જીએસટી ભરનાર કરદાતાઓ માટે સરકારનો હકારાત્મક અભિગમ : સી.એ. સંજય લાખાણી
આઈસીએઆઈ ભવન રાજકોટના પ્રેસિડેન્ટ સીએ સંજય લાખાણી એ જણાવ્યું હતું કે, જીએસટી ભરનાર કરદાતાઓ માટે કારનો આ હકારાત્મક નિર્ણય અને અભિગમ છે કારણ કે જીએસટીમાં લિટીગેસનના પ્રશ્નો ઊભા થતા હતા તેમાં હવે ઝડપભેર ઘટાડો આવશે. 2024માં એપલેટ ટ્રિબ્યુનલ ની રચના પૂર્ણત: થઇ જશે જે બાદ સૌરાષ્ટ્ર કચ્છ ના પ્રશ્નો નું નિવારણ રાજકોટથી જ આવી જશે. જીએસટીમાં થતા સતત બદલાવના પગલે ચાર્ટર્ડ એકાઉન્ટે ઘણી માંથી અસરનો સામનો કરવો પડે છે પરંતુ હવે એ દિવસ પણ ભૂતકાળ બની જશે.