કાળા નાણાંના ભોરિંગને ડામભવા સરકારનું સૌથી મક્કમ પગલું
દેશમાં કાળા નાણાને રોકવા માટે સરકારે મની લોન્ડરિંગ એક્ટમાં કેટલાક ફેરફારો કર્યા છે. જેથી કરીને પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ માટે થતી ડીલ દ્વારા કાળી કમાણી કરનારાઓ પર લગામ લગાવી શકાય. નાણા મંત્રાલય દ્વારા પોતાના ગ્રાહકો વતી નાણાકીય લેવડદેવડ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ અને કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સને મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં લાવવામાં આવ્યા છે. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની જેલની સજાને પાત્ર ગણતો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
અધિકારીઓ, રાજકારણીઓ કે પછી કોઈ મોટા વેપારીઓ વતી સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણ કરનાર અથવા તેમના બિઝનેસનું મેનેજમેન્ટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી કે પછી કોસ્ટ એકાઉન્ટન્ટની પ્રવૃત્તિને પ્રીવિન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની જેલની સજાને પાત્ર ગણતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ ગેરકાયદેસર કમાણીને સગેવગે કરવામાં મદદદ કરનારને પણ તેને માટે ગુનેગાર ગણવામાં આવશે.
પરિપત્ર મુજબ, કોઈ ધંધાદારીવતીથી કંપનીઓના કામકામજનું મેનેજમેન્ટ કરવાની એટલે કે તેનનો વહીવટ સંભાળવાની કામગીરીને, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપની કે પછી ટ્રસ્ટ વતીથી મિલકતની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃતિને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજાને પાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. આ માટે મની લોન્ડરિંગની એક્ટ હેઠળની વ્યાખ્યામાં કેટલાક ફેરફારો કરાયા છે. બિનહિસાબી આવકને છૂપાવતા વ્યવસાયિકો સામે સરકારની તવાઈ, મની લોન્ડરિંગ એક્ટ મુજબ હવે સીએ અને સીએસ સામે પણ ગુનો નોંધાશે. સરકારે મની લોન્ડરિંગ એક્ટમાં અનેક કર્યા ફેરફારો કર્યા છે.
નાણાં મંત્રાલય દ્વારા લેવાયેલો નિર્ણય અવરદાયી : સીએ. દર્શક કારીયા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શક કારીયાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નાણામંત્રાલય દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અત્યંત આવકારદાય છે. કારણ કે અત્યાર સુધી જે સી એ પોતાના ક્લાઈન્ટ વતી જે નાણાકીય વ્યવહાર કરતા હતા તેમાં મસ્ત મોટા ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે અને પરિણામે અનેક ગેરરીતી પણ આચરવામાં આવતી હતી. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય હવે જે રીતે થશે તેનાથી સાચા કે જે સાચી રીતે પ્રેક્ટિસ કરે છે તેમને કોઈ પ્રકારની તકલીફ પડશે નહીં તો બીજી તરફ દરેક ચાર્ટર્ડ એકાઉન્ટે તેમના ક્લાઈનના નાણાકીય વ્યવહાર અંગે તપાસ કરવી પડશે.
કંપની સેક્રેટરીએ તેના કલાઇન્ટના તમામ વ્યવહારો ઉપર હવે ફરજિયાત નજર રાખવી પડશે : સીએસ. વૈભવ કકડ
રાજકોટ ખાતે કંપની સેક્રેટરી તરીકે પ્રેક્ટિસ કરી રહેલા સી.એસ વૈભવ કક્કડે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દરેક કંપનીના લોકોના જે નાણાકીય વ્યવહાર કંપની સેક્રેટરી સંભાળતા હોય તેઓએ હવે ગંભીરતા પૂર્વક અને સચોટ માહિતી પૂરી પાડવાની રહેશે જો આ કરવામાં કોઈ પણ કંપની સેક્રેટરી ઉણા ઉતરશે તો તેમના ઉપર આકરા દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. નાણામંત્રાલય દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અત્યંત આવકારદાય છે ત્યારે સાચી રીતે પ્રેક્ટિસ કરતા કંપની સેક્રેટરીને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો નહીં કરવો પડે એ વાત સાચી પરંતુ આ ખતરે કી ઘંટી સમાન નિર્ણય છે કે જેનાથી અન્ય કંપની સેક્રેટરી ખોટી પ્રેક્ટિસ કરતા હોય.