ઓફિસિયલ વેબસાઈટ તેમજ એસએમએસ દ્વારા પરિણામ જોઈ શકાશે
આઈસીએઆઈ એ મે-જુન ૨૦૧૮માં લેવાયેલી સીએ ફાઈનલ, સીએ ફાઉન્ડેશન અને સીપીટી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. રિઝલ્ટ ઓફિસિયલ વેબસાઈટ ICAIEXAM.ICAL.ORG પર મુકવામાં આવ્યું છે તે સાથે જ વેબસાઈટ પર સીએ ફાઉન્ડેશન અને સીએ ફાઈનલ (નવા અને જુના કોર્સ)નું મેરિટ લિસ્ટ પણ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ તેમનું રિઝલ્ટ એસએમએસ દ્વારા પણ મેળવી શકશે.
આઈસીએઆઈ રિઝલ્ટ-૨૦૧૮ ઓફિશિયલ વેબસાઈટ ICAIEXAM.ICAL.ORGપર જઈને રિઝલ્ટ લિંક પર કિલક કરી નવી વિન્ડો પર પોતાના કોર્ષ સિલેકટ કરો બધી જરૂરી ડિટેઈલ ભરો સબમીટ કર્યા બાદ રિઝલ્ટ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ આ સ્ટેપની મદદથી પોતાનું મેરિટ લિસ્ટ પણ ચેક કરી શકશે. એસએમએસ દ્વારા રિઝલ્ટ જોવા માટે તમારે આ ફોરમેન્ટને ફોલો કરવુ પડશે. તમારો મેસેજ ૫૮૮૮૮ પર મોકલો આ નંબર બધા જ મોબાઈલ નેટવર્કમાં ઉપલબ્ધ છે.
ફાઈનલ એકઝામ જુના કોર્સના રિઝલ્ટ માટે CAFNLOLD સ્પેસ ત્યારબાદ ફાઈનલ એકઝામના વિદ્યાર્થીનો નંબર લખવો. જયારે ફાઈનલ એકઝામ નવા કોર્સનું રિઝલ્ટ જાણવા CAFINNEW સ્પેસ ઉમેદવારનો છ આંકડાનો નંબર લખવો. જયારે ફાઉન્ડેશન એકઝામ રિઝલ્ટ માટે CAFNLNEW સ્પેસ ફાઈનલ એકઝામ માટે ઉમેદવારનો છ આંકડાનો નંબર નાખવો. કોમન પ્રોફિસેસી ટેસ્ટ (પીટી)ના રિઝલ્ટ માટે ઈઅઈઙઝ સ્પેસ ઉમેદવારનો છ આંકડાનો નંબર નાખવો. આ રીતે એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ જોઈ શકશે.