યુએઇથી આવતા ચાર્ટર પ્લેનને પરવાનગી વિના ઉતરવા નહી દેવા દેશના તમામ એરપોર્ટ ઓથોરિટીને કરાયા એલર્ટ

સમગ્ર વિશ્ર્વને કોરોનાની મહામારી મુંજવી રહી છે ત્યારે યુએઇથી આવતા તમામ ચાર્ટર પ્લેનને પૂર્વ મંજુરી વિના દેશના એક પણ એરપોટઈ પર લેન્ડ ન થવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ડીરેકટર જનરલ એન્ડ સિવિલ એવીએશન દ્વારા સમગ્ર દેશના તમામ એરપોર્ટ ઓથોરિટીને એલર્ટ કરવામાં આવ્યા છે.

બે દિવસ પહેલાં યુએઇના બજેટ કેરિયર દ્વારા સંચાલિત ફલાઇટ રાજય સરકારની પૂર્વ મંજુરી વિના મુંબઇ એરપોર્ટ પહોચ્યું હતુ. જેના કારણે દેશના ડીજીસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યાનું સુત્રો જણાવી રહ્યા છે.

યુએઇથી આવતા ચાર્ટર પ્લેનને દેશના તમામ એરપોર્ટ પર મુંજરી વિના આવતા અટકાવવાના કારણે અનેક મુસાફરોને મોટી મુશ્કેલી થાય તેમ જણાય રહ્યું છે. યુએઇના હવાઇ મથકોથી ભારત આવવા રવાના થતા ચાર્ટડ પ્લેનને પહેલાં જ ભારતના એરપોટ ઓથોરિટી પાસેથી જરૂરી મંજુરી લેવી ફરજીયાત બનાવવામાં આવી છે.

ડીજીસીએ દ્વારા બહાર પાડેલા પરિપત્રના ૨૪ કલાક બાદ આ નિર્ણય અંગે દેશના તમામ એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવી હતી અને તેનો તાકીદે અમલ કરવા પણ સુચન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.