૨૦ વર્ષ બાદ રાજકોટની ધરતી ફરી પાવન થશે, દીક્ષા સમારોહમાં મહંતસ્વામીનું પ્રવચન સોનામાં સુગંધ સમુ બની રહેશેરાજકોટ
વિશ્વ વંદનીય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિના શુભ અવસર પર સમગ્ર સૌરાષ્ટ્ર એક જુથ થયું હોય તેવો નજારો સ્વામિનારાયણ નગરમાં જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આઉત્સવના આજના ૯માં દિવસે મહંત સ્વામીને જોવા અને તેમને સાંભળવા હરિભકતો ઉમટી પડયા છે.છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સ્વામિનારાયણ વિશ્વશાંતી મહાયજ્ઞની પૂર્ણાહુતિ ગઈ કાલે થઈ. આ મહાયજ્ઞમાં ત્રણ દિવસ દરમિયાન વૈદિક યજ્ઞ કુંડ ફરતે ૧૫૦૦૦ યજમાનોએ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતી અનેસમૃદ્ધિ પ્રસરે એ હેતુથી યજ્ઞમાં સમ્મલીત થઈ યજ્ઞ દેવતાને અર્ઘ્ય અર્પણ કર્યું.
તો બીજી તરફ આજનો દિવસ રાજકોટ માટે ખુબ જ ભાગ્યવંત બની રહેશે. ૨૦ વર્ષપૂર્વે ઈ.સ.૧૯૯૮માં રાજકોટની ધરા પર પ્રમુખસ્વામી મહારાજનો ૭૮માં જન્મજયંતિ મહોત્સવ અને રાજકોટ મંદિર મૂતિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમેદીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનેક નવયુવાનોએ પ્રમુખસ્વામીમહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ ઈતિહાસ આજે પુન:દોહરાવવા જઈ રહ્યો છે. પ્રાત:પૂજનબાદ સવારે ૭:૩૦ કલાકે પ્રમુખસ્વામી મંડપમાં ભાગવતી દીક્ષા સમારોહનીવેદોકતવિધીથી શ‚આત થઈ.
આ દીક્ષા સમારોહમાં કુલ ૩૫ નવયુવાન પાર્ષદો ‘સંત’ બનશે. જેમાં ૯ પાર્ષદો વિદેશી ધરતીના છે. જયારે અન્ય ભારતીયભુમીના છે. આ નવયુવાનો મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષાગ્રહણ કરી અક્ષરમ્ અહં પુરુષોતમ દાસોસ્મિ દીક્ષા મંત્રગ્રહણ કરી ભાગવતી દીક્ષા પ્રાપ્તકરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી સ્વામિનારાયણ નગરમાં સેવાયજ્ઞ શરૂ થઈ ગયો છે જે અંતર્ગત દેશ-વિદેશના હરિભકતોનો અવિરત સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જેમાંહાયર એજયુકેટેડ હરિભકતો દ્વારા સેવા કરવામાં આવી રહી છે. ડોકટર્સ,એન્જીનીયર અને એમબીએ થયેલા લોકો આ સેવાયજ્ઞમાં જોડાયા છે. વિદેશની ધરતી પર વિચરણ કરતા પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજે કેટલાય લોકોના જીવનનેપાવન કર્યા.
બીએપીએસના ઉચ્ચશિક્ષણ ધરાવતા પાર્ષદો
આજે સ્વામિનારાયણ નગરમાં સવારથીજ વાતાવરણ ખુબ જ રમણીય દેખાઈ રહ્યું છે. ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષાગ્રહણ કરવા જઈ રહેલા નવયુવાન પાર્ષદોમાં અમેરિકાના૭, કેનેડાના ૧ અને એમબીએ, એમઈ તથા પોસ્ટ ગ્રેજયુએટ થયેલ ૭ યુવાનો, ગ્રેજયુએટ થયેલા ૯ યુવાનો ફિઝિયોથેરાપીસ્ટ,નર્સિંગ અને એન્જીનિયરીંગ કરેલા એમ કુલ ૩૫ ઉચ્ચ શિક્ષણ તેમજ સુચરિત નવયુવાનો મહંતસ્વામીની અધ્યક્ષતામાં દીક્ષા પ્રાપ્ત કરશે.