- સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા રૂ. 7,00,000નું અનુદાન અપાયું
જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓને સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા રૂ. 7,00,000નું અનુદાન આપવામાં આવ્યું છે. દાનવીર સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા એમના માતા – પિતા ના આશીર્વાદથી તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોને લાખો રૂપિયાના દાન કરતા આવ્યા છે. કુલ રૂપિયા 7,00,000ના દાનના ચેક જવાહર રોડ સ્થિત અંધ કન્યા છાત્રાલય ખાતે દરેક સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા. ઘરનો પ્રસંગ હોય એ જ રીતે નાનો પણ સુંદર કાર્યક્રમ છાત્રાલયના આંગણામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સુશીલાબેન છોટાલાલ શાહની જીવન ઝરમરની વાતો કરવામાં આવી હતી. તમામ વાતો દરેકના જીવન માટે પ્રેરણાદાઈ હતી. આ કાર્યક્રમમાં જૈન વણિક સમાજના બહેનો દ્વારા ચાલતું ઝવેરી મહિલા મંડળે હોશે હોંશે આનંદ અને ઉલ્લાસ ભયાઁ વાતાવરણમાં ગીતની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વણિક સમાજના પ્રમુખ સંઘવી, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના, જૈન દેરાવાસી સંઘના, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વણિક સમાજના પ્રમુખ હિતેશ સંઘવી, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખ વાજા, જૈન દેરાવાસી સંઘના દિનેશ શેઠ, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી મુકેશ મેઘનાથી, શાંતવન ટ્રસ્ટના નીલમ પરમાર, મયારામદાસજી આશ્રમના સુરેશ મહેતા, શાંતિ સોલંકી, કુમાર રાવલ, ગાયત્રી પરિવારના મેનેજર ટ્રસ્ટી નાગ વાળા, ગોપાલ શાસ્ત્રી, દયા માણેક અને પુષ્પા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખુશીના માહોલમાં અંધ દીકરીઓને ઝવેરી મહિલા મંડળના બીના શેઠ, નીતા ગાંધી, ભાવના દોશી, રીટા ગાંધી, જાગૃતી શાહ વિગેરે દ્વારા સરસ મજાની કીટ આપેલ હતી.
આ સાથે આ શુભ પ્રસંગને સફળ બનાવવા માટે અરવિંદ મારડિયા, બટુક બાપુ, અલ્પેશ પરમાર, કમલેશ પંડ્યા અને ચંપક જેઠવા, વર્ષા બોરીચાંગર, સરોજ જોશી તેમજ નામી- અનામી દરેકે જહેમત ઉઠાવી હતી.
જુદી જુદી સંસ્થાઓને લાખો રૂપિયાનું કરાયું દાન
ઉમિયા સોસાયટીના રીનોવેશન માટે રૂ. 2,00,000
સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ રૂ. 1, 00,000
મયારામદાસજી આશ્રમ ને રૂ. 1, 00,000
પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ 1,00,000
જૈન દેરાવાસી સંઘ રૂ. 1,00,000