અમદાવાદમાં ૧૭ વર્ષિય તરૂણી પર ૮ લોકોએ બર્બતા આચરી
રાજયની સ્પેશિયલ કોર્ટપોકસોએ શુક્રવારે ૧૭ વર્ષની દલીત કન્યાના ગેંગરેપ મામલે ૩ વર્ષ બાદ ૮ લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જુલાઈ ૨૦૧૫માં અમદાવાદના ટોલ નાકા શાહ એ આલમ નજીકની એક હોટેલમાં ૧૭ વર્ષિય બાળકી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. સ્પેશિયલ જજ બી.જે. ગણાત્રાએ એકાન ૩૬૩, ૩૭૬ ૨ (જી) હેઠળ પોકસોના માધ્યમથી ચાર્જશીટ ફાઈલ કરી હતી.
તેમજ ઝાફર અલીયાસ, સોહીલ શેખ, તૌસીફ આલમ તીરમીઝી, રઝાઉહમાન અન્સારી, મશ્ખુર અલી અલ્વી, શોઝબખાન પઠાણ સહિત હોટલના બે વ્યકિત રમેશ પંચાલ અને ભારત ડામોર સામે એટ્રોસીટી એકટ લગાવ્યો હતો. બનેલી ઘટનામાં પંચાલ અને ડામોરની સંડોવણી ખૂલી હતી આ બંને સિલ્વર સ્પ્રિંગ હોટેલમાં કામ કરતા હતા ગુનેગારોને સામે લાવનારા એડવોકેટ બ્રહ્મભટ્ટ જણાવે છે કે પંચાલ અને ડામોર પર પોલીસના નિયમોનું ભંગ કરવા બદલ ગુનો નોંધાવાયો છે.
જે ડિવિઝનના પોલીસે હોટેલના માલીક વિજય સોની પર પણ ચાર્જશીટ ફાઈલ કરી છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેના ખીલાફ કેસ નોંધાવ્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે ૧૭ વર્ષિય તણીને ૨૬મી જુલાઈના રોજ સિલ્વર સ્પ્રીંગ હોટેલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.