આખરે આજે રાજ્યના કાયમી રાજ્ય પોલીસ વડાની જાહેરાત કરી દેવામાં આવી છે.નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હાલમાં સ્ટેટ આઈબીના વડા છે. તેઓ 1983ની બેચના આઈપીએસ અધિકારી છે.
શિવાનંદ ઝા સાંજે લેશે ચાર્જ
રાજ્યમાં કાર્યકારી પોલીસ વડા પ્રમોદ કુમારને વિદાયને 6 વાગે વિદાય આપવામાં આવશે. આ પહેલા 4 વાગ્યે રાજ્યના નવા પોલીસ વડા તરીકેનો ચાર્જ શિવાનંદ ઝા સંભાળશે. હજુ સુધી લેખિતમાં તેમને ઓર્ડર મળ્યો નથી. સમગ્ર પ્રક્રિયા હાલ ચાલી રહી છે. છેલ્લા 3 વર્ષથી કાર્યકારી પોલીસ વડાથી ગુજરાતમાં ચલાવવામાં આવતું હતું.