ફેસબુક ડેટા લીક મુદ્દો ગાજ્યાં બાદ દેશમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર વારંવાર એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. દરરોજ બંને પાર્ટીઓ તરફથી કંઈક નવી જાણકારીઓની સાથે પોતાના આરોપોને મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
હું તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપુ છું- ભાજપ આઈટી સેલનો આક્ષેપ
Hi! My name is Rahul Gandhi. I am the President of India’s oldest political party. When you sign up for our official App, I give all your data to my friends in Singapore. pic.twitter.com/ceCTkod17D
— Amit Malviya (@malviyamit) March 26, 2018
રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ફ્રેંચ હેકરના ટ્વીટનો હવાલો આપતાં નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ભાજપે આ આરોપ સામે પ્રતિઆરોપ કર્યાં છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલને તેમના જ અંદાજમાં ઘેર્યાં છે.
Full marks to @INCIndia for stating upfront that they’ll give your data to **practically anyone** – undisclosed vendors, unknown volunteers, even ‘groups with similar causes’. In theft of all forms, Congress has never been discreet! pic.twitter.com/FCSIv6nPMn
— Amit Malviya (@malviyamit) March 26, 2018
માલવીયએ એક ટ્વીટ કરી લખ્યું કે, “હાય, મારું નામ રાહુલ ગાંધી છે. હું દેશની સૌથી જૂની પાર્ટીનો અધ્યક્ષ છું. જ્યારે તમે અમારા સત્તાવર એપ પર લોન ઈન કરશો તો હું તમારો તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપી દઉં છું.”
પોતાની ટ્વીટ સાથે અમિત માલવીયએ કેટલાંક આંકડા પણ શેર કર્યાં છે. જેમાં તેઓએ કેટલાંક આઈપી એડ્રેસની સાથે ડેટા સિંગાપુર ટ્રાંસફર કરવાનો દાવો કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,