- અવિરત વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 100થી વધુ રસ્તાઓ બ્લોક
- અનેક સ્થળોએ કુલ 221 જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે: આ સાથે એન. ડી.આર.એફ – એસ. ડી. આર.એફને એલર્ટ પર રહેવા આદેશ
પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી ભારે વરસાદની ચેતવણીને કારણે રવિવારથી ચાર ધામ યાત્રાને બે દિવસ માટે અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે. શનિવારે સાંજે જારી કરવામાં આવેલી ચેતવણીમાં યાત્રાળુઓને તેમની યાત્રા બંધ કરવા અને હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી તેમના સ્થાનો પર જ રહેવાની વિનંતી કરવામાં આવી છે. 10 મેથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામ તીર્થ સ્થળોની મુલાકાત લીધી છે. જો કે, છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, જેના કારણે બદ્રીનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અનેક સ્થળોએ અવરોધિત કરવામાં આવ્યો છે. અવિરત વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 100થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
15 જૂનથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 10થી વધુ લોકોના મોત થયા છે. ચમોલી જિલ્લાના બલદોરા ખાતે ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ ધોવાઈ ગયો છે.” 15 જૂનથી અત્યાર સુધીમાં કુદરતી આપત્તિ સંબંધિત ઘટનાઓમાં 10 થી વધુ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની જાનહાનિ આ મહિનામાં જ થઈ છે. શનિવારે બે હૈદરાબાદના તીર્થયાત્રીઓ ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગ પાસે વરસાદના કારણે ભૂસ્ખલનમાં દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે તેઓ બદ્રીનાથથી પાછા આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે જૂનું ઝાડ પડી ગયું હતું, જેના કારણે નજીકના ગેસ્ટહાઉસ અને પાર્કિંગને નુકસાન થયું હતું મંદિરના પૂજારી અને અન્ય એક વ્યક્તિનો બચાવ થયો હતો.
ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો બંધ છે. ચમોલી, પૌરી, રુદ્રપ્રયાગ સહિત કુમાઉ વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. રાજ્યમાં 200થીવધુ રૂટ બંધ છે. અનેક સ્થળોએ કુલ 221 જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે એન. ડી.આર.એફ – એસ. ડી. આર.એફને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વહીવટી તંત્રના અધિકારીઓ નાળાઓ પાસે રહેતા લોકો સુધી પહોંચી રહ્યા છે. શનિવારે રાત્રે પિથોરાગઢ, નૈનીતાલ, ચમોલી, અલ્મોડા, પૌરીમાં ભારે વરસાદ નોંધાયો હતો.
નદી કિનારાના વિસ્તારોમાંથી બચાવ કાર્ય ચાલુ છે
પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે સંબંધિત વિભાગો સાવચેતીના તમામ પગલાઓ લઈ રહી છે. એટલુજ નહિ નદી કિનારાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડમાં બંધ રસ્તાઓ પર સંકેતો મૂકવાની સૂચનાઓ
ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો અને ગ્રામીણ માર્ગો સહિત તમામ બંધ રસ્તાઓ શક્ય તેટલી વહેલી તકે ફરીથી ખોલવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાંઆવી રહી છે. તમામ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા સૂચના આપવામાં આવી છે. બંધ રસ્તાઓ પર સાઈન લગાવવા અંગે વિવિધ માધ્યમો દ્વારા જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
કેદારનાથ હાઈવે પર ટનલનો એક ભાગ તૂટતા વાહન વ્યવહારને પહોંચી અસર
ઉતરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ-રુદ્રપ્રયાગ હાઈવે પરની એક ટનલને પણ નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આ માર્ગેથી કેદારનાથધામ જતા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બાયપાસ મોટરવે પરથી મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જોકે, ટનલ ખોલવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ રાત્રે પડેલા વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તમને જણાવી દઈએ કે રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર લગભગ 50 મીટર લાંબી ટનલ આવેલી છે, આ ટનલનો આગળનો ભાગ વરસાદને કારણે તૂટી ગયો છે.
ભારે વરસાદ પાછળ શું છે કારણ?
ગત જુલાઈ 2023 ના રોજ હિમાચલ પ્રદેશમાં પુર પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં ઘણી મોટી તબાહી મરચી હતી અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા બીજી તરફ પાવર પ્લાન્ટ પણ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો મહત્વનું એ છે કે ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ ભારતમાં વધુ વરસાદ શું કામવર્ષે છે ત્યારે હવામાન વિભાગના તજજ્ઞોનું માનવું છે કે આ વિસ્તારમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ સૌથી મોટું ભાગ ભજવતું હોય છે અને પરિણામ સ્વરૂપે ભારે વરસાદ આવે છે. ત્યારે ફરી વખત 2024 ના જુલાઈની શરૂઆતમાં જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ચારધામ યાત્રાને હાલ મુલતવી રાખવામાં આવી છે.