• અલગ અલગ સ્થળે 20 જેટલા પેકેટ મળી આવ્યા: અહી પેકેટો તરીને આવે છે કે પછી કોઈ રાખી જાય છે..!?

કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે “કંઈક રંધાય છે એ ગંધાય છે” આમ તો કચ્છના દરિયા કિનારા વિસ્તારમાંથી છેલ્લા દોઢેક વર્ષથી બિનવારશું હાલતમાં ચરસ અને હિરોઈન જેવા ડ્રગ્સના પેકેટો મળી આવવાનો સિલસિલો ચાલુ છે

ખુદ સરકાર કહે છે કે દરિયામાંથી આ માદક પદાર્થના પેકેટો તણાઈ આવે છે. દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવા ઈચ્છતી નાપાક એજન્સીઓના મનસુબાને કામયાબ થવા નથી દેતી ગૃહમંત્રી પરંતુ સમય સમય પર કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કઈ રીતે ડ્રગ્સના પેકેટો પહોંચે છે અને કઈ રીતે દેશના મહા બંદર એવા કંડલા પોર્ટ નજીક આ પેકેટો નિર્જન વિસ્તારમાં પહોંચી જાય છે

આ પેકેટો જ્યાંથી મળે છે ત્યાં બિનવારસુ હાલતમાં કોણ રાખી જાય છે તેના કોઈ સુરાગ નથી મળતા આ કડવું સત્ય છે. પોરબંદર નજીકથી બિન વારશુ હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા બાદ સંભવત કંડલા પોર્ટ પર ક્ધટેનરમાં આવેલા મનાતા અને ગાંધીધામ નજીકના સુમસામ વિસ્તારમાં રાખી દેવાયેલ ચરસના પેકેટોનો વિક્રમ જનક જથો મળ્યા પછી કચ્છના જુદા જુદા દરિયા કિનારેથી છેલ્લા દસ દિવસના ગાળામાં 200 અત્યંત ઉંચી માત્રાના ચરસના પેકેટો જેની કિંમત રુપિયા 140.50 કરોડ થવા જાય છે

આટલા બધા પેકેટો એક સાથે મળી આવવા અને તેમાં પણ માંડવી નજીક પ્લાસ્ટિકના ડ્રમમાં પેક થયેલ 40 પેકેટ એક સાથે બિનવારસુ મળી આવવા એ ક્યારેય પણ સામાન્ય બાબત હોઈ શકે નહીં અને આ બિન વારસો માદક પદાર્થના પેકેટો કબજે કરવા એ પોલીસ પ્રશાસનની સફળતા ન ગણી શકાય ખરેખર આ માદક પદાર્થના પેકેટો રાતોરાત કઈ રીતે દરિયા કાંઠે પહોંચી રહ્યા છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.