જૂનાગઢ જિલ્લાના દરિયાઇ વિસ્તારમાંથી નશીલા પદાર્થ-ચરસના 114 કિ.ગ્રા ના 104 પેકેટ જુનાગઢ એસ.ઓ.જી,માંગરોળ મરીન, શીલ અને ચોરવાડ પોલીસે પકડી પાડી નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે ચરસના પેકેટ મળી કુલ રૂ 1.71 કરોડની મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ જિલ્લામાં માદક પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિને અટકાવવા એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા અને સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
એસ.ઓ.જી,માંગરોળ મરીન, શીલ અને ચોરવાડ પોલીસે ચરસના
114 કિ.ગ્રા ના 104 પેકેટ પકડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો
આ પેટ્રોલીંગ દરમિયાન પહેલા 7, બાદમાં 33 અને બાદમાં વધુ 65 મળી કુલ 104 પેકેટ નશીલા પદાર્થ-ચરસના પેકેટ મળી આવ્યા હતા.આ માદક પદાર્થોની કિંમત 1,71,00,000ની થાય છે. દરમિયાન હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં નશીલા પદાર્થના પેકેટો કોણે મંગાવ્યા, ક્યાંથી આવ્યા, કોણે ફેંકી દીધા અને શા માટે ફેંકી દીધા તે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આમ, જૂનાગઢ એસઓજી ટીમે નશીલા પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ કરી મોટી સફળતા હાંસલ કરી છે.
માંગરોળ, પોરબંદર, સોમનાથના દરીયામાંથી વધુ 78 ચરસના પેકેટ મળ્યા
ચરસના વધુ 78 પેકેટ પોલીસે કર્યા કરજે માંગરોળ : પોરબંદર થી સોમનાથ દરિયાઈ પટ્ટી ઉપર મળેલ ચરસના જથ્થા મા ફરિ છેલ્લા ત્રણ દિવસમાં માંગરોળ નજીકના દરિયાઈ પટ્ટી આતરોલી ગામ નજીક થી વધુ 78 પેકેટ કબજે લઈ સીલ પોલીસે ગુનો દાખલ કરેલ છે માંગરોળ દરિયાઈ પટ્ટી ઉપર દરિયામાંથી મોજા સાથે પાણીમાં આવતા ચરસના અફઘાનિસ્તાન માં પેકિંગ થયેલા પેકેટો પોરબંદર થી સોમનાથ સુધીની પટ્ટી ઉપર બિન વારસુ મળી આવેલ
જે જિલ્લા પોલીસ અધ્યક્ષ ની સૂચના આધારિત પોલીસ ડિપાર્ટમેન્ટ્ ની જુનાગઢ એ સો જી ટીમ તેમજમાંગરોળના પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી દરિયાઈ પટ્ટી પેટ્રોલિંગ *દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ફરી આંત્રોલી ગામ નજીક દરિયાઈ પટ્ટી ઉપરથી 78 પેકેટ શીલ પોલીસે કબજે લઈ ગુનો દાખલ કરેલ છે.