બદ્રીનાથ માટે ‘એન્ટ્રીગેટ’  એવા જોશીમઠની સ્થિતિ યાત્રાળુઓ માટે જોખમ રૂપ !!!

ચારધામ યાત્રા માટે હરહંમેશ યાત્રાળુઓ તલપાપડ બનતા હોય છે. ત્યારે જે રીતે જોશીમઠની દયનિય સ્થિતિ ઉભી થઇ છે તેનાથી બદ્રીનાથ અને કેદારનાથ જનાર યાત્રાળુઓ માટે એક વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. કહેવાય છે કે જોશીમઠએ બદ્રીનાથ જવા માટેનો એન્ટ્રીગેટ છે. એટલુંજ નહીં જોશીમઠને બાબા બદ્રીનાથની યાત્રાનું પ્રસ્થાન સ્થાન પણ માનવામાં આવે છે.  પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા પર્વતો અત્યારે તૂટી રહ્યા છે , ઠેર ઠેર મકાનો અને હોટલોમાં તિરાડો પડી રહી છે અને લોકોમાં ભઈ પણ વ્યાપી ઉઠ્યો છે.

ફક્ત 25 હજારની વસ્તી ધરાવતુ જોશીમઠ કે જ્યાં 2019માં 5 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ત્યારે નવા અમુક આંકડાઓ ખૂબ જ ઘાતક રીતે બહાર આવ્યા છે જે મુજબ વર્ષ 2022માં 5 કરોડ જેટલા પર્યટકો અને  45 લાખ જેટલા ચારધામ યાત્રાળુઓએ ઉતરાખંડની મુલાકાત લીધી હતી. જે ફૂલ 10 કરોડની આસપાસ છે. તો શું આ ઉત્સાહ અને ઉમંગની વાત છે? લાકડાના પૂલ ઉપર ટેન્કર ચલવાતા જે હાલત પૂલની થાય આજે વર્તમાન સ્થિતિ એ જ પહાડી વિસ્તારમાં દેખાઈ રહી છે.

ફક્ત પહાડો જ નહી પરંતુ આપણા ઝરણાઓ અને નદી પણ એટલા જ ખતરામાં ઘેરાઈ રહ્યા છે.  મુજબ કેદારનાથમાં દરરોજ 10 હજાર ઘન કચરો એકઠો થાય છે. સફાઈ અભિયાન ચલાવતા એક અવેક્ષક જણાવે છે કે અમે ગૌરીકુંડ નજીક સાત ફૂટ ઊંડા ખાડા ખોદીને બિસ્કીટના પેકેટ અને તમાકુના રેપર દાટિયે છીએ. જ્યારે પ્રવાસીઓ દ્વારા મોટાભાગનો કચરો સીધો જ ગંગા અને અલકનંદા જેવી નદીઓમાં ફેંકવામાં આવે છે. પવિત્ર ગણાતુ એ પાણી ઘણા ઘોડા અને ટટ્ટુના મૃત્યુનું કારણ બની જાય છે. ખરી વાસ્તવિકતા તો એ છે કે હાલ જોશી મત ડેન્જર ઝોનમાં મુકાઈ ગયું છે ત્યારે શું ચારધામ યાત્રા ભૂતકાળ બની જશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.

હાલના સમયમાં ઉતરાખંડનું વાતાવરણ ખૂબ જ દુઃખદાયી છે. ત્યારે કોઈપણ શહેરની  ક્ષમતા નક્કી કરવી એ અતિ અગત્યની છે. જોશીમઠમાં જ્યારે અત્યારે ઘરોમાં તીરાડો પડી રહી છે રહેવાસીઓના માથે પહાડો પડી રહ્યા છે અને પગના તળિયા નીચેથી પાણી ની ધાર વહી રહી છે ત્યારે હવે એ તો સ્વીકારવું જ રહ્યું કે પહાડો અત્યારે ઇમારતોના ખડકલા કરવા કે કચરાના ઢગલા સળગાવવા માટે નથી બન્યા.

કેદારનાથ અને બદ્રીનાથમાં બરફ વર્ષા પણ ખૂબ ખરાબ રીતે થતી હોય છે અને તે પણ એ પ્રવાસન સ્થળને ઘણું વિકસિત કરે છે ત્યારે સરકારે આ વાતને પણ ગંભીરતાથી લેવી જરૂરી છે. ચારધામ યાત્રા માટેની જે પ્રવાસની તારીખો વસંત પંચમીના રોજ જાહેર થતી હોય છે પરંતુ હાલ જે સ્થિતિ જોશી મઠમાં ઊભી થઈ છે તેને ધ્યાને કદાચ ચારધામ યાત્રા ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. કાર આ સ્થિતિને પહોંચી વળવા માટે અનેકવિધ રસ્તાઓ પણ અપનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.