વિશ્વકપમાં આફ્રિકા હોટ ફેવરીટ ટીમને જણાતા ટીમ માટે પ્રદર્શન કરવાની ઉજળી તક

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની કેપ્લર વેસલ્સે જણાવતા કહ્યું હતું કે, સાઉથ આફ્રિકા ટીમને હરહંમેશ ચોકર્સ તરીકે જ સંબોધીત કરવામાં આવે છે. ત્યારે વિશ્ર્વકપમાં વિશ્વ વિજેતા બનીને જ ચોકર્સનો દાગ દૂર થઈ શકશે. વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં શરૂઆતથી જ સાઉથ આફ્રિકા ટીમ ઉચ્ચસ્તરીય રમત રમતી હોય છે અને પોતાની કાબીલીયતથી મેચ પણ જીતતી હોય છે પરંતુ વાત જયારે કવાર્ટર ફાઈનલ કે સેમીફાઈનલની હોય ત્યારે ટીમ નબળુ રમી ટૂર્નામેન્ટમાંથી આઉટ થતી અનેક વખત જોવા મળી છે. જેના કારણે તેને ચોકર્સનું બિરુદ આપવામાં આવ્યું છે.

કેપ્લર વેસલ્સે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, લોકો તેઓને ચોકર્સનું જ બિરુદથી સંબોધશે. જયાં સુધી તેઓ આઈસીસી વિશ્વકપની ટૂર્નામેન્ટ જીતશે નહીં. વધુમાં તેઓએ ૧૯૯૯ની સાલને વાગોળતા જણાવ્યું હતું કે, તે સમયે તમામ ટીમોની સરખામણીમાં સાઉથ આફ્રિકાની ટીમ ઉચ્ચકક્ષાએ રમત રમી રહી હતી પરંતુ ફાઈનલમાં તે પહોંચવામાં નિષ્ફળ નિવડી હતી.

હાલ લોકો આ વિશ્વકપમાં સાઉથ આફ્રિકાની ટીમને હોટ ફેવરીટ માનતા નથી જેથી ટીમ માટે દ્વાર ખુલ્યા છે અને તે તેની નેચરલ રમત રમી લોકોને ચોકાવશે તો નવાઈ નહીં. ૬૧ વર્ષીય કેપ્લરે વધુમાં જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા ટીમ માટે એ.બી.ડી.વીલીયર્સ ખુબજ મહત્વનું પાસુ બની શકત પરંતુ તેને નિવૃતિ જાહેર કર્યા બાદ સમગ્ર ટીમનો દારોમદાર હાસીમ આમલા ઉપર અને ટીમના અન્ય ખેલાડીઓ ઉપર આવી ગયો છે.

વિશ્વકપ વિજેતા થવા માટેની ટીમની યાદીમાં તેઓએ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ટીમને ફેવરીટ ગણાવી છે. ટીમ ઈન્ડિયા વિશે તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાએ ઈન્ડિયાને હરાવવું ખુબજ મુશ્કેલ બની રહેશે. ત્યારે ઈંગ્લેન્ડની પણ સ્થિતિ સારી માનવામાં આવે છે પરંતુ વિશ્વકપની મેજબાની કરતી હોવાથી તેના પર દબાણ પણ એટલું જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.