અબતક, જયેશ પરમાર, વેરાવળ
પવિત્ર પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજોરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરને ૮ કરોડ પીયાની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા પાંચ ગણી વધુ આવક થઈ છે.
કોરોના કાળમાં ગત વર્ષ શ્રાવણ માસમાં માત્ર.૧.૩૦ કરોડની જ આવક થવા પામી હતી: શિવભકિત સાથે ભાવિકોએ મંદિર ટ્રસ્ટની તિજોરી પણ છલકાવી દીધી
બાર જયોતિલીંગમાં પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસ ૨૦૨૧માં કુલ આવક ૭ કરોડ ૯૯ લાખની આવક થયાનું નોંધાયું છે. જેમાં ભાવિકોની વિવિધ ભાવપૂજાઓ ધજારોહણો અતિથિગૃહો દાનપેટીઓ અને શિવભકતોના દાન સહયોગથી ભગવાન ભોળાનાથને આ સર્મપિત થયું. કોરોના સંક્રમીત ગતવર્ષ ૨૦૨૦ શ્રાવણ માસમાં ૧.૩૦ કરોડની આવક હતી.
જયારે ૨૦૧૯ શ્રાવણ માસમાં ૫.૯૦ કરોડ વિવિધ સ્વપ થઈ હતી. યાત્રીકો પ્રવાસીઓમાં કોરોના મહામારી કે સંભવિત ત્રીજી લહેર કારણે આ વર્ષે રાજયભરનાં યાત્રીકોઓએ સોમનાથ મહાદેવમાં અતૂટ શ્રધ્ધા અને દૂરના રાજયોમાં યાત્રાને બદલે સોમનાથ પસંદગી ઉતારી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીએ પવિત્ર શ્રાવણ માસમાં ગોઠવેલી વ્યવસ્થાઓ જેમાં યાત્રીકોમાં બેસેલ વિશ્ર્વાસ-શ્રધ્ધા અને દર્શનીય સ્થળ તરીકેની સ્વીકૃષિ વધુ માનવ મહેરામણથી મળી અને શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ દરરોજના અંદાજે ૧૫ થી ૨૦ હજાર દર્શનાર્થી આવતા જ રહે છે. ખાસ કરીને શની-રવિ-સોમ વધુ ભાવિકો ઉમટે છે.