જવેલરી, કટલેરી માટે રોટેટ, ચકડોળ સહિતની વેરાયટીઓ

૩૫૦૦થી લઈ ૨૫ હજાર સુધીમાં તૈયાર થાય છે છાબ

લગ્નસરાની મોસમ શરૂ થઇ ગઈ છે. દુલ્હા-દુલ્હન સાથે તેના પરિવારજનો દ્વારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા રજવાડી ઠાઠ માઠ સાથે વૈભવી લગ્નના આયોજનો કરવામાં આવે છે. આ સાથે લગ્ન પ્રસંગમાં અવનવી થીમ, લોકોમાં આકર્ષણ જમાવે છે. આ વખતની લગ્ન સીઝનમાં છાબ ડેકોરેશનમાં વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. તેમાં મહિલાઓમાં છાબ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં છાબ ડેકોરેશનમાં મોટાભાગે ગારમેન્ટસમાં સાડી, ડ્રેસનું પેકીંગ કરવામા આવતું હોય છે.

આર્ટીફીશ્યિલ ડેકોરેશનમાં ડીશમાં ઢીંગલી મૂકીને તેને સાડી પહેરાવવામાં આવે છે. આવી રીતે ત્રણથી ચાર ડીશમાં સાડી અને ડ્રેસનું ડેકોરેશન તેમજ જવેલરી અને કટલેરી માટે ચકડોર તેમજ રોટેટ ચકડોર અને રોટેટ ઢીંગલીએ આકર્ષણ જમાવ્યું છે. ડેકોરેશન અંગે રાધિકા વાળા ભાવેશભાઈ પાંભર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે પહેલાના સમયમાં મહિલાઓને લગ્નમાં આપવામાં આવતી છાબમાં જવેલરી, ડ્રાયફૂટસ, સાડી, કટલેરી બોકસ પેક કરીને આપતા હતા. જોકે હવે છાબ ડેકોરેશનનો ક્રેઝ વધ્યો છે.

યુનિક અને ઈનોવેટિવ છાબ ડેકોરેશનનો ખર્ચ ૩૫૦૦થી ૨૫ હજાર જેટલા થાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ એ આબિઝનેશ શરૂ કર્યાનો નવ માસ જેટલો સમય થયો છે. પરંતુ મને એવુંલાગે છે કેહું આ બિઝનેશમાં જાણે વર્ષોથી જોડાયેલો હોવ છાબ ડેકોરેશનની સાથે સાથે રીંગ પ્લેટ, રીયલ ફલાવર, ઓરનામેન્ટસ, બેબી પેકીંગ, તોરણ, મહેંદી બધુજ ગ્રાહકને રાધિકા આર્ટમાંથી મળી રહે છે.

શિવ બ્લોક નં. ૯૭ ચીત્રકુટધામ પુકરધામ, મંદિરની સામેની શેરી, પુષ્કરધામ મેઈનરોડ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે પાંચ ટ્રેથી શરૂ કરવામાં આવી હતી અત્યારે અવનવી અનેક ટ્ર લોકોને જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.