સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉતાર-ચઢાવ: અમેરિકી ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનો ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે રેપોરેટમાં વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1250 પોઇન્ટથી પણ વધુની અફરાતફરી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ સતત ચાલુ છે. આજે રૂપિયો 77.77ના લેવલે પહોંચી ગયો હતો. બૂલીયન બજારમાં પણ મંદીનો માહોલ રહેવા પામ્યો હતો.

આજે આરબીઆઇ દ્વારા રેપોરેટમાં 50 બેઝીસનો પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, એક તબક્કે સેન્સેક્સમાં 525 પોઇન્ટથી પણ વધારાનો ઉછાળો રહ્યો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 54,683 પોઇન્ટનું નીચલું લેવલ હાંસીલ કર્યું હતું. જ્યારે 55,423 પોઇન્ટના ઉપલા લેવલ સુધી પહોંચ્યુ હતું. જ્યારે નિફ્ટીમાં પણ આજે 200થી વધુ પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. એક તબક્કે નિફ્ટી 16293 સુધી નીચે સરખી ગયા બાદ 16514 પોઇન્ટ ઉપલા લેવલ સુધી પહોંચી હતી.

અમેરિકી ડોલર સામે રૂપિયામાં ધોવાણ યથાવત રહેવા પામ્યું હતું બૂલીયન બજારમાં પણ મંદીનો પવન ફૂંકાયો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 352 પોઇન્ટના ઘટાડા સાથે 54755 અને નિફ્ટી 101 પોઇન્ટના ઘટાડા સાથે 16314 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની નરમાશ સાથે 77.77 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.