મસ્જિદમાં નમાજ સમયે ત્રાટકેલા ૧૦૦થી વધુ પશુ તસ્કરોનું કારસ્તાન, બેફામ ગોળીબારના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા
આફ્રિકન દેશ નાઇજીરિયામાં વધુ એક વખત લોહિયાળ ઘટનાને અંજામ અપાયો છે બંદૂકધારીઓએ મસ્જિદમાં બેફામ ગોળીબાર કરી પાંચ લોકોને ઘાટ ઉતાર્યા હતા. ઉપરાંત ઇમામ સહિત ૧૮ લોકોના અપહરણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નાઇજીરીયા માં ઘણા સમયથી અંધાધૂંધી જોવા મળી રહી છે. સોળમી સદીમાં નાઇજીરીયાના લોકો જીવતા હોવાનું ફલિત થાય છે. હથિયારો છૂટથી મળે છે. ગુનાખોરી ચરમસીમાએ પહોંચી ગઇ છે. આ ઉપરાંત ચાંચિયાગીરી નું પ્રમાણ પણ ભયંકર સ્તરે છે, અપહરણ-ખંડણી સહિતના ગુનામાં નાઇજીરીયા મોખરે રહ્યું છે. ગઈકાલે થયેલો હુમલો પશુઓ લૂંટી જનારા તત્વો દ્વારા કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ૧૦૦ જેટલા લૂંટારૂઓ મસ્જિદ પર ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો મારૂ જિલ્લાના દુર દુત્સેન ગરી ગામમાં ઇમામ સહિતના સાપ્તાહિક શુક્રવારની નમાઝમાં હતા ત્યારે બંદૂકધારીઓના એક જૂથે એક મસ્જિદ પર હુમલો કર્યો હતો. હુમલખોર મોટરસાયકલો ઉપર આવ્યા હતા. આ ઘટના બોકો હરામ જેહાદીઓનું કામ નથી તેવું પોલીસનું માનવું છે. આ જૂથનો કથિત રીતે કોઈ વૈચારિક ઝુકાવ નથી છત્તા જૂથ દ્વારા ફેલાવવામાં આવતા આતંકની ઘટના ભયજનક દરે વધી રહ્યો છે. નાઇજીરિયાના રુગુ જંગલમાં ગેંગ તેના છાવણીઓ બનાવી રહી છે, સુરક્ષા દળોએ ગામોમાં દરોડા પાડવામાં પણ આવે છે, સામાન્ય રીતે આ ગેંગ પશુઓ ચોરી કરે છે અને ખંડણી માટે સ્થાનિક રહેવાસીઓને અપહરણ કરે છે. ખાદ્ય સામગ્રીની લૂંટ ચલાવે છે કારણ કે સરકાર આ વિસ્તારમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચંચિયાગીરી અને લૂંટફાટ ચરમસીમાએ
આફ્રિકન દેશોમાં લૂંટફાટ નું વધતું પ્રમાણ ચિંતાજનક છે. ખાસ કરીને નાઇજીરીયા સહિતના દેશોમાં થઈ રહેલી ચોંકાવનારી ઘટના એ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. નાઇજીરીયા અને આજુબાજુના દેશમાં બોકો હરામ સહિતના આતંકવાદી સંગઠનનોનું વર્ચસ્વ છે. આ ઉપરાંત દરિયાની ચાંચિયાગીરી પણ સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આવા સંજોગોમાં નાઇજીરીયા ના મહત્વના વિસ્તારમાં ૧૦૦ જેટલા શખ્સોએ ખુલ્લેઆમ હુમલો કરી પાંચ લોકોના મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે મસ્જિદના ઇમામ સહિત ૧૮ લોકોના અપહરણ કર્યા હોવાનું જાણવા મળે છે.