નાસ ભાગ પહેલા જ સર્જાયેલી અંધાધુંધીએ ફૂટબોલ ચાહકોને મુશ્કેલીમાં મૂકી દીધા
ઈન્ડોનેશિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર નાશ ભાગના કારણે 174 થી વધુના ભોગ લેવાયાની ઘટનામાં નાશભાગ પહેલા સર્જાયેલી અંધાધુધીના કારણે આ હોનારત સર્જાય હોવાનું પ્રાથમિક તબક્કાની તપાસમાં બહાર આવ્યું છે,
સ્ટેડિયમમાં નાશભાગ અને લોહિયાળ હોનારત સર્જાય તે પહેલા લોકો એકબીજાને ધક્કો મારી દરવાજા માંથી બહાર નીકળવાની કોશિશો કરતા હતા 22 વર્ષના એક બચી ગયેલા યુવકે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે પૂર્વ જાવાના મલંગ શહેરમાં આવેલ કાંજુરૂહાન સ્ટેડિયમમાં એક સાથે પ્રેક્ષકોમાં મહિલાઓ અને બાળકો એકબીજા ને દૂર ખસેડીને નીકળવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા અને એકાએક ધક્કા મૂકી સર્જાય હતી,
પોલીસ અને દર્શકો વચ્ચે સંઘર્ષ સર્જાતા પોલીસે ક્યાંક લાઠીચાર્જ અને ટીયર ગેસના હળવા સેલ છોડવાનું શરૂ કરતાં આ અપરાટફ્રી અને નાશ ભાગે રુદ્ર રૂપ જણાવ્યું હતું અને એક્ઝિટ ગેટ 12 અને 13 સામે છોડાયેલા અશ્રુ ગેસથી એકાએક ભાગદોડ બચી જવા પામી હતી
એક તાજના સાક્ષી જેવા નજરે જોનાર પ્રેક્ષકે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ માત્ર વ્યવસ્થા જાળવવાના નામે બાળકો અને સ્ત્રીઓ વિશે પણ કંઈ વિચાર્યું ન હતું, અને ટીયરગેસના સેલ છોડતા લોકો માં ભારે ગભરામણ ફેલાઈ ગઈ હતી ચારેબાજુ ટીયર ગેસ નો ધુમાડો ફેલાઈ ગયો હતો, અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.
આ દુર્ઘટનામાં જો વ્યવસ્થાપકોએ થોડી ધીરજ રાખી હોત તો મોટી દુર્ઘટના અટકી જાત… અધિકારીઓએ સ્ટેડિયમ માંથી બહાર નીકળવાની પર્યાસ કરી રહેલા લોકોને રસ્તો કરાવી દેવાના બદલે અવરોધ સર્જ્યા હતા આથી જ લોકોમાં રોષ ફેલાયો હતો અને પોલીસની મોટર અને ટ્રકને ઉંધાવાળી લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. પોલીસે પણ લોકોના સંઘર્ષ વચ્ચે થોડી ઘણી ધીરજ રાખી હોત તો મોટી દુર્ઘટના ટાળી શકાયહોત.
ઇન્ડોનેશિયામાં સર્જાયેલી આ દુર્ઘટના અગાઉ ઇંગ્લેન્ડમાં પણ 1987માં એફએ કપ સેમિફાઇનલ દરમિયાન સર્જાયેલી ધક્કા મુક્તિ માં 97 ના મોત થયા હતા. પ્રમુખ જોકે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાની દુર્ઘટનાની તપાસ તેમજ તમામ ફૂટબેલ મેચોની સુરક્ષાની પૂર્ણ સમીક્ષા કરવામાં આવશે જો સુરક્ષા માં કોઈ ખામી સર્જાશે તો કડક પગલાં અને સંગીન સુરક્ષા પૂર્વે કોઈ આયોજન નહીં થાય, બચી ગયેલા ક્રિયાને જણાવ્યું હતું કે હવે ગમે એવી વ્યવસ્થા થાય પણ મને મારા પરિવારજનો ક્યારેય ફૂટબોલ જોવા જવા નહીં દે
ઇન્ડોનેશિયાની આ દુર્ઘટનામાં જો પોલીસ અને વ્યવસ્થા તંત્ર એ ધીરજ રાખી હોત તો કદાચ આ દુર્ઘટના દિવાળી શકાય હોત આ અંગે ઇન્ડોનેશિયા સરકારે પૂર્ણ તપાસના આદેશો જારી કર્યા છે હજુ મૃત્યુ આંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે.