સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 14 યુગલ પ્રભુતાના પગલા પાડશે
ઈશ્વર અલ્લાહ તેરે નામ… ઉનાના ગુપ્તપ્રયાગમાં ચાર દિવસના ધર્મોત્સવમાં વિષ્ણુયાગની સાથે એક જ માંડવે મંત્રોચ્ચાર અને કમલમાનું પઠન એકસાથે ગુંજવાનો યોગ સર્જાશે. ઉનાથી સાત કિલોમીટર, દેલવાડાથી બે કિલોમીટર દૂર પૌરાણિક તીર્થધામ ગુપ્તપ્રયાગ ભગવાન બલભદ્રજી તથા વિષ્ણુનો અવતાર નૃસિંહ ભગવાનની પ્રાચિન મૂર્તિવાળું સુંદર મંદિરમાં મહાપ્રભુજીની બેઠક છે. તે તીર્થધામમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડાના સ્થાપક અને સભાપતિ શ્રી પંચઅગ્ની અખાડા પ્રમુખ અખિલ ભારતીય સાધુ સમાજના સંત મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ સંતશ્રી વિવેકાનંદબાપુ તથા ગુપ્તપ્રયાગ કમિટી દ્વારા ચાર દિવસનો ધાર્મિક ઉત્સવનો પ્રારંભ થશે. વિષ્ણુયાગ ચાર વાગે બિડુ હોમાશે અને 4/11/22ના બપોરે અન્નકૂટ દર્શન સમૂહ મહાપ્રસાદ યોજાશે.
5/11/22ના શનિવારે સર્વ જ્ઞાતિય બીજા સમૂહ લગ્ન સવારે 9 કલાકે પ્રારંભ જેમાં 13 હિન્દુ નવદંપતિઓ શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન મંડપે જોડાશે. ઉનાના મુસ્લિમ સમાજના દુલ્હા-દુલ્હનને મુસ્લિમ રીત-રિવાજ મુજબ નિકાહ કરાવી શાદી કરાવશે. આયોજકો 14 દંપતિઓને ભેટ-સોગાદો આપી વિદાય કરશે.