આજે માગશર સુદ પૂનમ માઘી પૂર્ણિમા છે. આમ તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બારે પૂનમનું મહત્વ અલગ-અલગ રીતના રહેલું છે. એમાં ખાસ કરીને માઘી પૂર્ણિમાનું મહત્વ તીર્થોમાં સ્નાનનો છે. સાથે એક માન્યતા પ્રમાણે આ દિવસ સત્યનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.
માઘી પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી અને સ્નાન કરવું ત્યારબાદ પૂજામાં કુળદેવીનું પૂજન અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરી શકાય છે. આથી સાકર વાળું દૂધ કરી અને ઘરમાં જો શ્રી યંત્ર હોય તો તેના ઉપર કરી શ્રી સૂક્ત બોલતા બોલતા અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ બોલતા બોલતા અભિષેક કરવો ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું પાણી ચડાવવું અને જો શ્રીયંત્ર ન હોય તો રૂપિયાના સિક્કા ઉપર પણ કરી શકાય છે.
ખાસ કરીને આ દિવસે માઘી પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે સત્યનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આથી આ દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન ભગવાનનું પૂજન કથા અને કીર્તન કરવા ઉત્તમ ફળ આપનાર બને છે.
(શાસ્ત્રી રાજદીપભાઈ જોશી)