કંઈ ગેમ્સ પ્રતિબંધિત અને કોને છૂટ? : નિયમોમાં સ્પષ્ટતાની જોવાતી રાહ
ઓનલાઈન ગેમિંગને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પણ ક્યાં ક્યાં નિયમોને ધ્યાનમાં લેવામાં આવશે? સટ્ટાકીય પ્રવૃત્તિનું આંકલન કેવી રીતે થશે? જુગારમાં ફેન્ટસી ગઈમ અને રિયલમની ગેમને વર્ગીકૃત કેવી રીતે કરવામાં આવશે? આ તમામ બાબતોએ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે હવે રમતના નિયમો બદલાવથી રમત રમાશે કે કેમ? તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયએ ઓનલાઈન ગેમિંગ માટેના અંતિમ નિયમોને સૂચિત કર્યા છે. નવા નિયમો જાન્યુઆરી 2023 માં જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ પછી આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં કહ્યું હતું કે, વ્યાપક પરામર્શ પછી નિયમોની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ સૂચિત કરવામાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગ અને સરકારી વ્યવસાય સંબંધિત નકલી અથવા ખોટી ગેરમાર્ગે દોરતી માહિતીના સંબંધમાં ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ દ્વારા વધુ યોગ્ય ખંતને લાગુ કરવાનો છે.
નવા નિયમો ‘ઓનલાઈન ગેમ’ને “એક રમત જે ઈન્ટરનેટ પર ઓફર કરવામાં આવે છે અને કોમ્પ્યુટર સંસાધન અથવા મધ્યસ્થી દ્વારા વપરાશકર્તા દ્વારા સુલભ છે તે રીતે વ્યાખ્યાયિત કરે છે.
હવે ઓનલાઇન ગેમ્સને મંજૂરી આપવા માટે એસઆરઓની નિમણુંક કરવામાં આવનાર છે જેમાં તબીબ, ઉદ્યોગ અગ્રણી, ગેમિંગ ક્ષેત્રણા નિષ્ણાંત સહિતનો સમાવેશ કરવામાં આવશે. એસઆરઓ ઓનલાઈન ગેમ્સને અનુમતિપાત્ર જાહેર કરવા માટે જવાબદાર રહેશે. એસઆરઓ ઓનલાઈન રિયલ મની ગેમને અનુમતિપાત્ર તરીકે જાહેર કરી શકે છે જો તે સંતુષ્ટ હોય કે “ઓનલાઈન રિયલ મની ગેમ કોઈપણ પરિણામ પર સટ્ટાકીય પ્રવૃત્તિ સામેલ કરતી નથી.
ઓનલાઈન ગેમિંગ માટેના નવા નિયમો એવી કોઈપણ રમતને પ્રતિબંધિત કરે છે જેમાં સટ્ટાબાજી સામેલ હોય કેમ કે, તેના સરળ સિદ્ધાંત સાથે પરવાનગી નક્કી કરવામાં આવશે. અમે ફક્ત વાસ્તવિક નાણાંની રમતોનું નિયમન કરી રહ્યા છીએ જેમાં જુગાર શામેલ છે. બાકાતની પ્રક્રિયા દ્વારા અન્ય તમામ પ્રકારની રમતોને અનુમતિ આપવામાં આવશે, તેવું મંત્રી રાજીવ ચંદ્રશેખરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું.