ચીનની ૩ મહિલાઓની એરપોર્ટ પર અટકાયત કરાઈ
ફિલ્મ ‘દાગ’નું શર્મિલા ટેગોર પર ફિલ્માવાયેલુ એક ગીત છે, જબ ભી જી ચાહે નયી દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હે લોગ. જી હા, કંઈક આવું જ અનની ત્રણ મહિલાઓ સાથે થયું. એરપોર્ટ પર ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ તેમના ચહેરાની ઓળખ કરી શકી ન હતી.
આ ત્રણ ચીની મહિલાઓ ગોલ્ડન ટ્રાવેલ વીક મારફત ઉતર કોરિયા પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવા ગઈ હતી. પરંતુ પાછી ફરતી વખતે તેમનો ચહેરો સર્જરીના લીધે બેન્ડેજ એટલે કે પટ્ટીઓથી ઢંકાયેલો હતો. આથી સ્વાભાવિક રીતે જ તેમનો વર્તમાન ચહેરો અને પાસપોર્ટમાં ફોટો હોય તે ચહેરા વચ્ચે કોઈ જ પ્રકારનો મેળ ખાતો ન હતો. આથી એરપોર્ટ ઓથોરીટીના મશીનમાં પાસપોર્ટમાં હોય તે ફોટો અને ફિઝિકલ આઈડેન્ટી વચ્ચે ફરક આવતો હતો. ઈમિગ્રેશન વિભાગે તેમને ફલાઈટમાં બેસવા દીધી ન હતી અને તેમની અટકાયત કરી હતી. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ડોન દાઉદ ઈબ્રાહીમે પણ પ્લાસ્ટીક સર્જરી કરાવીને અત્યારે પોતાનો ચહેરો બદલી નાખ્યો છે. જેથી અત્યારે દાઉદ આપણી સામે આવે તો ઓળખી જ ન શકીએ. ઈક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હે લોગ…..