પ્યાર હુઆ ઇકરાર હુઆ, પ્યાર સે ફીર ક્યૂ ડરતા હૈ દિલ…!!! ઇસમે તેરા ઘાટા…મેરા કુછ નહીં જતાં….!!! અહી આ જૂના અને નવા રોમાંટીક ગીતોની પંક્તિઓ વાંચી તને એવો વિચાર આવતો હશે કે કેમ અહી આવું લખ્યું છે..???મારે આજે અહી એવી વાત કરવાની છે કે જેમ જેમ સમય બદલાતો આવ્યો છે તેમ તેમ અનેક બાબતોમાં પરિવર્તનો આવતા ગયા છે અને તે પરિવર્તનોને આપણે ખુલા હાથે સ્વીકાર્યા પણ છે. એવાજ અનેક જાતના પરિવર્તનો સંબંધોમાં પણ આવ્યા છે. જેને આજની યુવાપેઢી બખૂબી નિભાવી રહી છે અને સાથે સાથે અપનાવી પણ રહી છે. તો આવો જાઓઈએ કે કેવા પરિવર્તનો આવ્યા છે આ નવા જમાનામાં ….???
એક સમય હતો જ્યારે પ્રેમીઓ એકબીજાને પોતાની લાગણી કહેવામા પણ શરમતા હતા. પછી સમય આવ્યો પ્રેમપત્રોનો જેના દ્વારા એક પ્રેમી પોતાના પ્રેમનો ઇઝહાર કરતાં હતા. છતાં પણ પ્રેમનો ખૂલીને સ્વીકાર કરતાં અચકતા હતા. પરંતુ હવે સમય બદલાઓ છે. અને પ્રેમની પરિભાષા પણ બદલાઈ છે.
પહેલાના સમયનો પ્રેમ એટલે જેમાં સ્ત્રી પાત્ર તો સાવ શરમાળ થઈને જ પ્રેમ નિભાવતું હોય અને કઈ પણ બોલી ના શકતી હોય તેમજ પોતે સામે વળી વ્યક્તિ વિષે શું લાગણી ધરાવે છે તેને પણ વ્યક્ત ના કરી શક્તિ હોય એટલી હદે શરમાળ રહેતી હતી જ્યારે અત્યારના જમાનામાં આ વિચારશરણી તદન બદલાઈ ગયી છે. વર્તમાન સામના પ્રેમીઓ ખૂબ કામફર્ટ ઝોનમાં રહીને પ્રેમ નિભાવે છે, જેમકે એકબીજા ખૂબ મુક્ત વિચારો સાથે પ્રેમ કરે છે જેનાથી બંનેનો આત્મવિશ્વાસ પણ વધે છે.
પહેલાના સમયમાં પ્રેમીઓ એકબીજા પર નિર્ભર રહેતા હતા જ્યારે હેવના સમયમાં પ્રેમીઓ આત્મનિર્ભર બન્યા છે. આ ઉપરાંત પહેલાના સમયમાં જ્યારે પ્રેમ છુપાઈ છુપાઈને કરતાં હતા જેવુ હવે નથી રહ્યું અને પ્રેમીઓ પ્રેમને છુપાવવામાં વિશ્વાસ નથી રાખતા. પ્રેમીઓ હાથમાં હાથ રાખીને મુક્તપણે વિહાર કરવામાં માને છે. આ તેમની પોતાની પસંદગીની વાત છે જેમાં તે કોઈ ત્રીજી વ્યક્તિની સલાહ લેવાનું પણ પસંદ નથી કરતાં હોતા.
આજના યુગમાં જ્યારે સ્ત્રી પુરુષ એક સામાનની વાતો થયી રહી છે ત્યારે પ્રેમમાં પણ આ બદલાવ આવ્યો છે ,જેમાં બંને એકબીજાને સમાન દરજ્જો આપે છે. આ ઉપરાંત એકબીજાના વ્યક્તિગત જીવનને પણ એટલું જ મહત્વ આપે છે.
પહેલા એવી જ વિચારધારા પ્રસરેલી હતી કે જ્યારે પણ બંને સાથી બહાર જાય કે હોટેલમા જાય ત્યારે છોકરો જ બિલ ચૂકવે, પરંતુ હવે રિવાજને બદલતા સ્ત્રીઓ પણ હોટલનું બિલ ચુક્વવામાં પાછળ નથી રહેતી અને તે એક ચિલ્લાને તોડી કઈક નવું કરવાની કઈક બદલાવ રાવવાની વિચારધારા આગળ વધારી રહી છે. અને ક્યારેક તો એવું પણ બને છે કે બંને પ્રેમીઓ એક સાથે બિલ ચૂકવવાનું પણ પસંદ કરતાં હોય છે.
આ તમામ બદલાવો આવવા છતાં પણ પ્રેમની જે લાગણી છે જે પવિત્રતા છે તે તો હજુ પણ એવાજ છે જેવા પહેલાના સમયમાં હતા.