• મનોવિજ્ઞાન ભવનમાં એમ.એ.માં અભ્યાસ વિદ્યાર્થિની ક્ષમા નૈનુજી એ ડો. ધારા. આર દોશી ના માર્ગદર્શન હેઠળ તરૂણો-તરૂણીઓમાં આક્રમકતા-ખિન્નતાના પ્રમાણ પર સંશોધન હાથ ધરાયુ

માનવી નું જીવન અનેક ઇચ્છાઓથી ભરેલું છે. વ્યક્તિ દરેક સમયે જુદા જુદા આવેગ નો અનુભવ કરે છે. બધી જ જરૂરિયાત ને વ્યક્તિ પૂર્ણ કરી શકતો નથી. તેથી ક્યારેક ઉદાસ બની જાય છે તો ક્યારેક હતાશા નો ભોગ બને છે. આને ક્યારેક સમાયોજન સાધવામાં પણ મુશ્કેલી અનુભવે છે તો વ્યક્તિ ક્યારેક આક્રમક બની જાય છે. આજકાલ તરુણો માં આક્રમકતા અને ખિન્નતાના પ્રમાણ જોવા મળે છે. હાલ સમય મા તરુણી ઘણાં સમયે ઉદાસી અનુભવે છે. પરંતુ ખિન્નતા એ સામાન્ય ઉદાસી કરતા વધારે છે. ખિન્નતા એ ભારે ઉદાસી છે જો લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિ ના રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ મા દખલ ઉત્પન્ન કરે છે અને શારીરિક તેમજ માનસિક બંને સ્વાસ્થ્ય ને નુકસાન કરે છે. જેમકે વજન મા વધારો કે ઘટાડો અથવા ઊર્જા નો અભાવ વગેરે.. આજના સમયમાં તરુણો માં આક્રમકતાનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રોધ અને જુનુન માણસને મારી શકે છે, આક્રમકતા એ ક્રોધ થી વધારે છે. ઈન્ટરનેટ, મોબાઈલ, સાધનોનો ઉપયોગ વધવાને કારણે તરુણો મા સતત આક્રમકતા નુ પ્રમાણ વધી રહ્યું છે. જેમા હરીફાઈ ભર્યા જીવનમાં તરુણો સતત દબાણ અનુભવે છે. આ સતત મનોભાર ને કારણે તરુણો મા આક્રમક વર્તન જોવા મળ્યા છે. મનોવિજ્ઞાન ભવનમાં એમ.એ.માં અભ્યાસ વિદ્યાર્થિની ક્ષમા નૈનુજી એ ડો. ધારા. આર દોશી ના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કર્યું છે. આ સંશોધનમાં પણ આવોજ એક અભ્યાસ કરવામા આવ્યો છે. આ સંશોધન દર્શાવે છે કે તરુણ કે તરુણી બંન્નેમાથી આક્રમકતા કેટલા પ્રમાણમા તેમજ ખિન્નતા કેટલા પ્રમાણમા છે. તેમા છોકરાઓ ( તરુણો ), છોકરીઓ ( તરુણીઓ ) બંનેમાં તે પ્રમાણ સરખુ જ છે કે પછી તફાવત છે તે આહી તપાસવામાં આવ્યું છે.

બાળકોમાં વીડિયોગેમ્સને કારણે આક્રમકતા વધી આધુનિક

યુગમાં દરેક માનવી મોબાઇલનો ઉપયોગ કરે છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક મોબાઈલનો ઉપયોગ કરે છે. દરેક માણસ પોતાનો વધુમાં વધુ સમય મોબાઇલમાં કાઢે છે. મોબાઇલ અને ગેમ્સની અસર માણસ ઉપર ખૂબ જ ખરાબ થાય છે. વિડીયો ગેમ્સની નકારાત્મક અસરોનો અનુભવ કરતા લોકોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે વ્યક્તિઓ ગેમ્સ રમે છે તેમની નકારાત્મક અસરની જાણકારી પોતાને થતી નથી. મોબાઈલ અને વિડીયો ગેમ્સને કારણે બાળકોમાં કેવી સમસ્યાઓ જોવા મળે છે તે વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની શિહોરા નિધિએ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં 890 લોકો પરના સર્વેના આધારે જોવા મળ્યું કે મોબાઈલ અને વિડીયો ગેમ્સને કારણે બાળકોમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

સર્વેના તારણો

” તરુણ અને તરુણીઓ મા આક્રમકતા નુ પ્રમાણ એક સરખું જોવા મળ્યું. આજે બદલાતી જીવનશૈલી, ખાન પાન, સોશિયલ મીડિયાના પરિણામે તરુણીઓમાં પણ તરૂનો જેટલી જ આક્રમકતા જોવા મળી.

” તરુણ અને તરુણીઓ મા ખિન્નતા નું પ્રમાણ :- તરુણ અને તરુણીઓમાં ખિન્નતાનું પ્રમાણ જોઈએ તો તરુણીઓમાં ખિન્નતા વધુ જોવા મળી. આ ઉંમરમાં તરુણીઓમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તનો થતા હોય છે…આ પરિવર્તનો સાથે ઘણી વખત તાલમેલ ન થટ્વિ તે ખિન્નતા તરફ લઈ જઈ શકે.

  • તરૂણ અને તરૂણીઓમાં આક્રમકતા અને ખિન્નતા ઘટાડવાના ઉપાયો
  • અયોગ્ય ભોજન શૈલીમાં પરિવર્તન કરવું
  • પૂરતી ઊંઘ લેવી
  •  સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ ટાળવો
  •  પરિવાર સાથે સમય વિતાવવો
  • પરિવારે પણ પોતાના બાળકોને સમજવા
  •  અયોગ્ય મિત્ર વર્તુળથી દુર રહેવુ
  •  સાયબર બુલિંગ થી બચવું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.