વિશ્વ આખામાં વર્ષ 2050 સુધી ડાયાબિટીસ સૌથી મોટી બીમારી બની જાય તેવો લાન્સેટનો દાવો
વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 2021માં 529 મિલિયન(અંદાજિત 53 કરોડ)થી બમણી થઈને 2050માં 1.3 બિલિયન(અંદાજિત 130 કરોડ)થી વધુ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આગામી 30 વર્ષોમાં કોઈ પણ દેશ ડાયાબિટીસના દરમાં ઘટાડો નોંધાવી નહીં શકે તેવો અહેવાલ લેન્સેટમાં પ્રકાશિત થયો છે.
સંશોધકો કહે છે કે ડાયાબિટીસ વૈશ્વિક સ્તરે મોટા ભાગના રોગોને પાછળ છોડી દેતા વ્યાપમાં ઝડપથી વધી રહ્યો છે. માળખાકીય જાતિવાદ અને ભૌગોલિક અસમાનતા ડાયાબિટીસની આ વૈશ્વિક કટોકટીને વેગ આપી રહી છે. યુએસએ જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં લઘુમતી વંશીય જૂથોમાં ડાયાબિટીસનો દર તેમના શ્વેત સમકક્ષો કરતાં 1.5 ગણો વધારે છે અને ઓછી – મધ્યમ આવક ધરાવતા લોકોમાં ડાયાબિટીસ મૃત્યુ દર વફાહું છે. કહી શકાય કે આ દર ઉચ્ચ આવક ધરાવતા દેશો કરતાં બમણી છે.
ધ લેન્સેટ અને ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજીમાં પ્રકાશિત થયેલ નવી સંયુક્ત શ્રેણીમાં ડાયાબિટીસની અસમાનતાઓને ઘટાડવા માટે વધુ ઉચ્ચ-અસરકારક, ઉચ્ચ-ગુણવત્તાવાળા, વાસ્તવિક-વિશ્વ સંશોધનની આવશ્યકતા છે. અસરકારક વ્યૂહરચના વિના 2050 સુધીમાં 1.3 બિલિયનથી વધુ લોકો ડાયાબિટીસના રોગથી પીડાશે જે વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાના મુખ્ય કારણોમાંનું એક બની જશે તેવું સંશોધનના જણાવવામાં આવ્યું છે.
સંશોધકો કહે છે કે કોઈ પણ દેશમાં આગામી ત્રણ દાયકામાં વય-પ્રમાણભૂત ડાયાબિટીસના દરમાં ઘટાડો થવાની અપેક્ષા નથી, જેમાં ઓસનિયા અને ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ડાયાબિટીસના ઉચ્ચ સ્તરે પહોંચે તેવી અપેક્ષા છે જે ઘણા દેશોમાં 20% થી વધુ છે.
યુ.એસ.એ. જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશો (એચઆઈસી)માં માળખાકીય જાતિવાદને કારણે શ્વેત વસ્તીની સરખામણીમાં લઘુમતી વંશીય જૂથોમાં ડાયાબિટીસનો દર લગભગ 1.5 ગણો વધારે છે, તેવું લેન્સેટે જણાવ્યું હતું. ફોર્ટિસ-સી-ડીઓસી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડાયાબિટીસ, મેટાબોલિક ડિસીઝ એન્ડ એન્ડોક્રિનોલોજીના ચેરમેન ડૉ. અનૂપ મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં પણ આ જ વાત સાચી છે. શહેરી ઝૂંપડપટ્ટીથી ઉપનગરીય વિસ્તારોથી લઈને ગામડાઓ સુધીના ગરીબ સામાજિક-આર્થિક જૂથોમાં વધુ ડાયાબિટીસ છે કારણ કે આ લોકોમાં ખોરાક એ જીવનનો મુખ્ય આનંદ છે.