ધનુર્માસ દિને મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે
યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ જગતમંદિરે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવ અનુલક્ષીને શ્રીજીના દર્શનના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો છે. ૨૨-૧૨-૨૦ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે ૫કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યકમ મુજબ રહેશે. ૨૪-૧૨-૨૦ ગુરુવારના ધનુર્માસ નિમીતે શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ૫-૧-૨૦૨૧ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ૧૨-૧-૨૦૨૧ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ઉપરોકત તારીખે ધનુર્માસ હોવાથી શ્રીજીના દર્શના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો હોવાથી સર્વ દર્શનાથીઓને વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.