રેલવેમાં સતત થતી દૂર્ઘટનાઓ અને દેખરેખને યોગ્ય રીતે કરવા માટે રેલ મંત્રાલય મોટા સ્તરે બદલાવ કરવા અંગેની તૈયારીઓમાં જોતરાયું છે. ઈન્ડિયન રેલવે દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલને બદલવા જઈ રહ્યું છે.  “આ ફેંસલો 1લી ઓક્ટબરથી થવાનો હતો, પરંતુ કોઈ કારણસર તેને આગળ વધારતાં 31 ઓક્ટોબરની તારીખ ફાઈનલ કરવામાં આવી છે.”

13 હજાર પેસેન્જર્સ ટ્રેન અને 7 હજાર માલગાડીઓના સમયમાં થશે ફેરફાર

– દેશમાં ચાલતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જે દિલ્હીને દેશના રાજ્યોની રાજધાની સાથે જોડે છે.

– જાણકારી મુજબ દેશભરમાં લગભગ 7 હજાર માલગાડીઓ ચાલે છે, તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.

જર્જર ટ્રેકને જોતાં અનેક મુખ્ય ગાડીઓના રૂટમાં થશે બદલાવ

– રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમઓના ખાસ નિર્દેશ બાદ રેલ મંત્રાલયે તે પહેલ પર કામ કરવાનું શરૂ કર્યુ છે. રેલવેના આ ફેંસલામાં માત્ર ટ્રેનોની ટાઈમિંગ જ નહીં, પરંતુ તેના અનેક રૂટમાં પણ બદલાવ થશે.

– જે રૂટ જર્જર છે, પાટાઓ પર સ્પીડ લિમિટ છે કે રાજધાની જેવી ગાડીઓને પણ કોશન લગાવી નીકળી જાય છે એવા રૂટ પર ચાલનારી ગાડીઓના રૂટ બદલવામાં આવશે. કે જેથી મુખ્ય માર્ગ પર ચાલનારી ટ્રેનોને રાઈટ ટાઈમ કરવામાં આવી શકે અને રાજધાની તેમજ સુપર ફાસ્ટ ટ્રેનોને લેટ થવાથી બચાવી શકાય.

– આ ઉપરાંત ટાઈમિંગને એ રીતે બદલવામાં આવશે કે જેથી દરેક ટ્રેક પર ઓછામાં ઓછા 3થી 4 કલાક કામ કરવાનો સમય મળી શકે અને ગાડીઓ પણ લેટ ન થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.