૨૦૨૦માં યોજાનાર ધો.૧૦-૧૨ની પરીક્ષાની પેપર પધ્ધતિમાં ફેરફાર થશે પરીક્ષા માર્ચ એન્ડમાં પૂર્ણ થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા આવતા વર્ષો ધો.૧૦ અને ૧૨ ની પેપર પધ્ધતિમાં ફેરફાર કરવાની વિચારણા કરી રહ્યું છે. ૨૦૨૦માં યોજાનાર ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની પેપર પધ્ધતિમાં બદલાવ આવશે આ ફેરફાર અંતર્ગત પરીક્ષા લગભગ ફેબ્રુઆરી સુધીમાં યોજાશે અને રિજલ્ટ પણ ઝડપથી જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નવી પેટર્ન દ્વારા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે અને ઈચ્છીત ક્ષેત્રમાં જઈ શકશે.
આ અંગે હોમમિનિસ્ટરીના એક ઓફીસરે જણાવ્યું કે સીબીએસસી અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટાભાગે મોટા પ્રશ્ર્નોના જવાબો લખવામાં મુશ્કેલી પડે છે. આ પેટર્ન મુજબ શોર્ટ કવેશ્ચન્સ મૂકવામાં આવશે જે ૧ થી ૫ માર્કસના હશે મોટા અને લાંબા પ્રશ્ર્નો વિદ્યાર્થીઓને તનાવમાં લાવી દે છે. અને તેને પોતાના વિષયનો અભ્યાસ હોવા છતા સારો સ્કોર કરી શકતા નથી અને માકર્સ ઓછા આવે છે
મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા કેટલાક પેટાનિયમો પણ સબમીટ કરવામાં આવ્યા છે. જેને હોમમિનિસ્ટરીએ મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને સીબીએસસીની મંજૂરી મળેલી નવી સ્કુલોને પણ સીબીએસસીનાં ધારા ધોરણ મુજબ કાર્ય કરવું પડશે સ્કોડ દ્વારા આ નવી સ્કુલોની માળખાકીય સુવિધાઓનું ઈન્સ્પેકશન કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડ આ રિપોર્ટ ઓથોરીટીને મોકલશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રપોઝલ અંતર્ગત ત્રણથી ચાર મહિનામાં જ વિધિવત સૂચન આપવામાં અવશે. બોર્ડ દ્વારા આ અંગે કામ થઈ જ રહ્યું છે. પેપર પધ્ધતિમાં ફેરફાર થતા માર્ચ સુધીમાં પરીક્ષા પુરી થઈ જશે અને રિઝલ્ટ પણ વહેલુ આવી જશે. સીબીએસઈ દ્વારા બે પાર્ટમાં પરીક્ષા લેવાય તેવું પણ શકય બની શકે છે. એક વોકેશનલ અને બીજી નોન વોકેશનલ વિષયો વોકેશનલ વિષયની પરીક્ષામાં પહેલા એવા વિષયોની પરીક્ષા લેવામાં આવે જે વિદ્યાર્થીઓ માટે ખૂબજ અધરા હોય અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ ૧૫ દિવસ પછી અન્ય નોન વોકેશનલ વિષયની પરીક્ષા લેવામાં આવશે જે માર્ચનાં એન્ડ સુધીમાં પૂર્ણ થશે.
ઉલ્લેખનીય છે કે સીબીએસઈ છેલ્લા કેટલાક સમયથી તેના પેટાનિયમો બદલવા માગી રહ્યું છે. અને નવી જોડાયેલી સ્કુલોને પણ આ ધારાધોરણ હેઠળ આવરી લેવા માગે છે. રાજય સરકાર અને અન્ય એજન્સીઓ દ્વારા પણ સીબીએસઈ અંતર્ગત આવતી સ્કુલોમાં ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથે સાથે સિલેબસ અને પરીક્ષા પધ્ધતિને લઈને પણ નારાજગી હતી જોકે, વિદ્યાર્થીઓના ભાવીને લઈ હવે સીબીએસઈ આવતા વર્ષથી પેપર પધ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.