૪૫ બેઠકો સાથે ભાજપને બહુમત: ખરાખરીનો ખેલ: ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ પ્રતિસ્પર્ધીથી પાછળ
હિમાચલ પ્રદેશમાં સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. ભાજપ મત ગણતરીમાં ૪૫ બેઠકો ઉપર આગળ છે. સત્તા મેળવવા માટે ૩૫ બેઠકોની જ‚ર છે જે ભાજપ ખરાખરીના જંગ બાદ હાંસલ કરશે તેવી સંપૂર્ણ શકયતા છે. ભાજપ સત્તામાં આવશે તો ધુમલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, હાલ તેઓ તેમના પ્રતિસ્પર્ધીથી પાછળ ચાલી રહ્યાં છે.
૧૯ વર્ષોમાં પાંચમી વખત મુખ્યમંત્રીના પદ માટે વિરભદ્રસિંહ અને પ્રેમકુમાર ધુમલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર એન્ટી ઈન્કબન્સીનો ભોગ બને તેવી પ્રબળ શકયતા જોવાઈ રહી છે. અગાઉ ૧૯૯૮, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ વિરભદ્રસિંહ અને ધુમલ વચ્ચે ટકકર થઈ ચૂકી છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૩૬ બેઠકો મળી હોય તેની સરકાર બની હતી. ભાજપને ચૂંટણીમાં ૨૬ બેઠકો મળી હતી. જયારે અન્ય પક્ષો છ બેઠકો મેળવી શકયા હતા. જો કે, આ વિધાનસભામાં કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે. મુખ્યપ્રધાન વિરભદ્રસિંહ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યાં છે. વિરભદ્રસિંહ પર આવક કરતા વધુ સંપતિ હોવાનો આક્ષેપ હોવા છતાં કોંગ્રેસે તેમના પર ફરીથી વિશ્ર્વાસ મુકયો છે.
૪૮ બેઠકો ધરાવતી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં બહુમત માટેનો જાદુઈ આંક ૩૫ છે. મુખ્યમંત્રી વિરભદ્રસિંહ અરકી ખાતેથી આગળ ચાલી રહ્યાં છે. તેમના પુત્ર વિક્રમાદિત્યસિંહે સીમલા ગ્રામીણ બેઠક જીતી લીધી છે. સીમલાથી ભાજપના ઉમેદવાર સુરેશ ભારદ્વાજ પણ જીતી ગયા છે. મંડીથી ભાજપના ઉમેદવાર અનિલ શર્માને જીત મળી છે. કિશોરીલાલ પણ ફરીથી જીતી ગયા છે.
અગાઉ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતિથી જીત મળશે તેવા સંકેતો મળ્યા હતા. જે હવે સાચા સાબીત થઈ રહ્યાં છે. બન્ને પક્ષોએ આ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. તા.૯ નવેમ્બરે વિધાનસભાની ૬૮ બેઠકો માટે એક તબકકામાં વોટીંગ થયું હતું. આ વખતે વર્ષ ૨૦૦૩નો રેકોર્ડ તૂટી ગયો હતો. કુલ ૭૪.૬૧ ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં થયું હતું. હિમાચલ પ્રદેશમાં સત્તા મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કોંગ્રેસને કરવો પડશે. લોકોએ સરકાર વિરુધ્ધ ભરપુર મતદાન કર્યું હોવાનો ખ્યાલ આવી ગયો છે.