“એમ કહેવાય છે કે મહેસાણા જિલ્લામાં રાજકારણીઓ તો ઠીક પણ જનતા પણ નિયમો, કાયદો, પરીપત્રો સાથે રાખી ને જ વાત કરતી હોય છે !
વગ અને મહેનતને અંતે ફોજદાર જયદેવની નિમણુંક એમ.ઓ.બી. શાખા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડાની કચેરીમાં થઈ. ખરેખર તો જયદેવ હવે થોડો સમય પોલીસ ખાતાની ઝંઝટ અને ખાખી થી દુર સમાજ કલ્યાણ ખાતામાં ડેપ્યુટેશન ઉપર જવા માગતો હતો. પરંતુ તેેને શાખાના નામે ખાખી વર્ધી અને સળગતો મોરચો જ નસીબમાં લખાયેલો હતો.
આ એમ.ઓ.બી. શબ્દ યુરોપની લેટીન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. મોડસ એટલે પધ્ધતિ, ઓપરેન્ડી એટલે કરવાનું કાર્ય અને બ્યુરો એટલે વિભાગ કે સંસ્થા દરેક વ્યકિતની જીવનની અમુક ખાસ ખાસીયતો હોય છે. જેમ કે અમુક શબ્દ વારંવાર બોલવા તાળી દઈને ઠોંસો મારીને વાત કરવી વિગેરે હોય છે તેમ ગુનેગારો પણ અમુક ગુનેગાર દરવાજાના તાળા તોડી પ્રવેશ કરી ચોરી કરે તો કેટલાક છાપરૂ કે ખપેડા ફાડીને પ્રવેશ કરે તો કોઈ બારીના સળીયા કે ગ્રીલ વાળીને પ્રવેશ કરી ચોરી કરતા હોય છે વળી અમુક ગુનેગાર અમુક પ્રકારના ગુન્હા કરતા હોય છે જેમ કે ચીલ ઝડપ કરનાર (સમડી) તેવાજ ગુન્હા કરે છે તેઓ ઘરફોડ ચોરી કરતા નથી કે ફાવતી નથી. આવુ ગુનેગારોની વિગતોનું સંપુર્ણ વિવરણ અને પધ્ધતિનો રેકર્ડ રાખતી કચેરી એમ.ઓ.બી. કહેવાય છે જે કોઈ જગ્યાએ ગુન્હો બન્યો હોય તો તેની પધ્ધતિ ઉપરથી સંભવીત ગુનેગારોના નામ સજેશન રૂ પે મોકલે છે.
હાલમાં પોલીસ ખાતામાં કાર્યભારણને કારણે હવે આવી શાખાના અધિકારીઓને જવાનોને આ શાખા ઉપરાંત વી.વી.આઈ.પી. બંદોબસ્તો આંદોલનો કે તહેવાર મેળાવડાના બંદોબસ્ત કે કેલેન્ડેસ્ટાઈન ઓપરેશનનો માં જવુ પડતુ હોય છે.તો કેટલીક વખત કોઈ પોલીસ સ્ટેશનો કે શાખાઓ કે કંટ્રોલ રૂ મનો પણ હવાલો રાખવો પડતો હોય છે.
જયદેવે થોડાદિવસ આમ તેમ પસાર કર્યા ત્યાં જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશનના ફોજદાર સીક રજા ઉપર ગયા આથી પોલીસવડાએ જયદેવને કહ્યુ તમે થોડા દિવસ ભાડલાની દેખરેખ રાખો. આ ભાડલા પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા અને ચોટીલાની સરહદ ઉપરનો વિસ્તાર હતો. આ ભાડલા પોલીસ સ્ટેશન વર્ષેાથી સજાનું જ થાણુ ગણાતુ હતુ.
જયદેવ ભાડલા ગામે આવ્યો. આ નાનુ ગામ હતુ કોઈ વિશ્રામગૃહ પણ ન હતુ. ગામની એક મુખ્ય બજારમાં વચ્ચેના ભાગે એક બે માળના મકાનમાં નીચેના માળે ગ્રામ પંચાયત અને બીજા માળે પોલીસ સ્ટેશન હતુ. અગાઉ જણાવ્યા પ્રમાણે આવા સજાવાળા થાણામાં કર્મચારીએ પણ મોટે ભાગે તેવા જ મુકાયેલા હોય છે. પરંતુ તેમાં વિસ પચ્ચીસ ટકા કર્મચારીઓ કર્તવ્ય નિષ્ઠ અને ઉત્સાહી હોય છે તેનાથી થાણાનો વહિવટ ચાલતો હોય છે.
જયદેવે ભાડલા પોલીસ સ્ટેશનો ચાર્જ સંભાળ્યો, તેણે અગત્યની તપાસો અને જરૂ રી બંદોબસ્ત અંગે જ ધ્યાન રાખવા નું હતુ. જયદેવ વહેલી સવારે રાજકોટ થી નિકળી ભાડલા આવી જતો અને મોડી સાંજે સરધાર થઈ રાજકોટ જતો રહેતો. ભાડલા ખાતે પોતાની મનગમતી પ્રવૃતિ વાંચન ભરપુર રીતે કરતો અને કોઈ અગત્યની કામગીરી હોય તો કરી નાખતો.
એક વખત વહેલી સવાર થી જ ગ્રામ્ય વિસ્તાર કમળાપુર ખાતે બંદોબસ્ત હોય રાત્રી રોકાણ ભાડલા કરવુ પડે તેવા સંજોગો થયા. ભાડલામાં વિશ્રામગૃહ તો હતુ નહિ તેથી પોલીસ સ્ટેશનની નીચે આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં જ રાત્રી રોકાણ કરવાનું નકકી કર્યુ. મોડી રાત સુધી ગામડાઓમાં જીપ લઈ લટાર મારી ભાડલા આવી ગ્રામ પંચાયત કચેરીમાં સુઈ ગયો.
બહુ મોડી રાત્રે ગ્રામપંચાયત કચેરીના દરવાજાને અડીને જ આવેલ પોલીસ સ્ટેશનના દાદરા ઉપર લોકો કાંઈક બોલવા નો અવાજ આવવા લાગ્યા. જયદેવે કાન દઈને સાંભળ્યુ તો પી.એસ.ઓ. નો અવાજ આવતો હતો કે મોટો ફણીધર સાપ છે જો જો ગ્રામ પંચાયત કચેરીમાં ઘુસી જાય નહિ વિગેરે જયદેવને થયુ કે આટલી મોડી રાત્રે દાદરા ઉપર સાપ આવ્યો છે તે પી.એસ.ઓ. ને બીજા માળે કઈ રીતે ખબર પડી હશે ? આવા ગામડાઓમાં તો સાંજના સાતેક વાગ્યે તો બજારો પણ બંધ થઈ જાય અને નવ વાગ્યે તો લોકો સુઈ પણ જતા હોય ત્યાં આ મધ્યરાત્રી પછી પોલીસને નાટક કરવાનું શું સુજયુ હશે ? નકકી પી.એસ.ઓ. દેશી પી ગયો લાગે છે. પરંતુ આ મધ્યરાત્રી પછી કાંઈ બીજુ કરવુ જયદેવને વ્યાજબી નહિ લાગતા સીલીંગ ફેનની સ્પીડ થોડી વધારીને તે સુઈ ગયો.
સવારના ઉઠીને જયદેવે ગ્રામપંચાયત કચેરીનો દરવાજો ખોલીને જોયુ તો બાજુમાં દાદરાના પહેલા પગથીયે જ એક મોટો મારી નાખેલો સાપ પડયો હતો અને દાદરાનો દરવાજો પણ ખુલ્લો પડયો હતો ત્યાં થોડા પથ્થર અને ઈંટો પણ પડયા હતા.
થોડીવારે કોન્સ્ટેબલે આવીને બનાવની વાત કરી કે મોડી રાત્રે બીજા માળે નાગ નીકળતા તેને અમે ભગાડીને દાદરેથી નીચે કાઢેલ પરંતુ સાપ ગ્રામ પંચાયત કચેરીમાં ઘુસવા પ્રયત્ન કરવા લાગતા તેને મારી નાખ્યો હતો અને મોડી રાત હોય તમને જગાડેલા નહિ જયદેવે પુછયુ પી.એસ.ઓ. કયાં છે તો તેણે ક્હ્યુ હમણા જ ઘેર ગયા છે.જયદેવને થયુ તેની રાત્રીની શંકા સાચી જ હતી.
જયદેવને થયુ કે સાલુ ગામડાનું ખરૂ છે ગમે ત્યારે સજાગ રહેવુ પડે નહિ તો મુશ્કેલી જ મુશ્કેલી. આ પ્રમાણે જયદેવ ભાડલા પોલીસ સ્ટેશનનો વિસ દિવસ ચાર્જ રાખી પાછો એમ.ઓ.બી શાખામાં રાજકોટ આવી ગયો !
થોડા દિવસ પછી જસદણના ફોજદાર બે ત્રણ દિવસની રજા ઉપર જઈ પછી લાંબી સીક રજા રીપોર્ટ મોકલી દેતા વળી જયદેવને જસદણ પોલીસ સ્ટેશનના ચાર્જમાં જવાનો હુકમ થયો. જયદેવને થયુ કે આ એમ.ઓ.બી. શાખાનો હુકમ તો “મુઆ નહિ ને પાછા થયા જેવો છે કોઈ ઠેકાણા વગર થોડા દિવસ અહિ તો થોડા દિવસ કયાંક એ રીતે દોડાદોડી કરતા રહેવાની.
પરંતુ અહિં સારી વાતએ હતી કે જસદણમાં વિશ્રામ ગૃહ તો હતુ તેથી બીજી કોઈ ચિંતા નહિ. જયદેવે જોયુ તો વીસ વર્ષ બાદ પણ એજ મકાનો, એજ બજારોએ જ જનતા અને રાજકારણીઓ પણ પોલીસ સ્ટેશનના ગુન્હાની સંખ્યામાં ખુબ વધારો થયેલ હતો, તેમજ ગુન્હાની પધ્ધતિમાં ફેરફાર તેમજ જ્ઞાતિ આધારીત વૈમનસ્યના બનાવોમાં વધારો જોવા મળતો હતો. જયદેવ માનતો હતો કે આ ફેરફાર સંક્રાતિ કે સામાજીક ઉત્ક્રાંતિના ભાગરૂ પ હતો સમય પ્રમાણે વ્યકિત અને જ્ઞાતિઓ મનોવૃતિમાં ફેરફાર, આર્થિક સધ્ધરતા, રાજકીય પરીવર્તન અને શિક્ષણીને કારણે આ પ્રમાણે બનતુ હોય છે. પરંતુ તેના કારણે પોલીસનું કાર્યભારણ ખુબ વધી જતુ હોય છે જે રીતે સમાજમાં પરીવર્તન આવે તે રીતે પોલીસદળમાં પણ પરિવર્તન આવે તે જરૂ રી છે પણ પોલીસદળની સંખ્યા અને કાર્ય શૈલીમાં તેટલુ પરિવર્તન થતુ નથી. જે થવુ જરૂ રી છે. જેથી નવા સંજોગો અને પ્રશ્ર્નો સામે પોલીસદળ ટકી શકે અને કાયદા કાનુન મુજબ પક્ષાપક્ષી કે રાજકીય તૃષ્ટિ ગુણ કે જ્ઞાતિ તૃષ્ટિ ગુણ વગર કાર્ય કરી તમામની સુરક્ષા અને સલામતી પણ રાખી શકે અને ખાસ તો પોલીસ અધિકારીઓ પોતે પણ એક કાલ્પનીક સુપરમેન માફક નહિ પણ ખરેખર એક માનવી તરીકે પોતાના કુંટુબ સાથે સુખ શાંતિથી જીવન જીવી શકે.
જયદેવ હાજર થતા જુના મિત્રો પરિચિતો મળવા આવે તે સહજ વાત તો હતી જ પરંતુ દરેક માટે આનંદ અને હર્ષ પણ હતો કે તેમના પરિચિત ફોજદાર આવ્યા છે બે દસકા જુની વાતો અને યાદો તાજી કરીને ખુશ થતા હતા. એ માનવ સહજ બાબત છે કે વ્યકિત વર્ષો પછી ફરીને તે જ જગ્યાએ આવે ત્યારે જુની અને હાલની સામાજીક પરિસ્થિતી, વિવિધ સંજોગો અને બનાવો ની સરખામણી કરતો હોય છે અને આવી સરખામણીથી આનંદ પણ મળતો હોય છે.
જયદેવને જસદણમાં મહેમાન કલાકાર તરીકે જ કામ કરવાનું હતુ. છતા લોકોની અપેક્ષા અગાઉ તેણે જે રીતે હીરો તરીકે પરફોર્મન્સ આપેલુ તે મુજબની જ હતી. પરંતુ બે દસકાના લાંબા સમયગાળામાં વ્યકિતની કાર્યપધ્ધતિ અને સ્વભાવ તથા રહન-સહેનમાં પણ પરિવર્તન નવા કાયદા કાનુન પરિપત્રો થી પણ આવતુ હોય છે તેમ સહજ રીતે જયદેવમાં પણ પરિવર્તન થયુ હતુ. બે દસકા પહેલા જયદેવ જસદણ હતો ત્યારે તે કોઈ પણ પ્રશ્ર્નમાં આક્રમકતાથી કુદી પડીને ફરીયાદી પક્ષે રહી તેને ન્યાય આપવા આક્રમક કાર્યવાહી કરતો પણ હવે તે દરેક ફરીયાદ કે પ્રશ્ર્નનો ઉંડાણથી અભ્યાસ કરી તે ઉદ્ભવવાના કારણો સહિતનો વિચાર કરતો તેમજ પોલીસની કઈ રીતની કાર્યવાહીથી સમાજમાં લાંબા ગાળે શું શું સંદેશો જશે, શું પ્રત્યાઘાતો પડશે. તેથી વિવેક અને આયોજન પુર્વક સમાજનાં દરેક વર્ગના હિતનું વિચારીને પગલા લેતો હતો.
વિરનગરના રહિશ અને રાજકારીણી કે જેમણે તળાજા ડો.આર્ય સાથે ટેલીફોનીક વાત કરી જસદણ બદલી માટે સહમતી મેળવેલી તેઓ જયદેવને મળ્યા, તેમણે તે દિવસે ટેલીફોન ઉપર વાતચીત નહિ થયા અંગે ખેદ વ્યકત કર્યો. જયદેવે કહ્યુ કે ઈશ્ર્વર જે કરે છે તેની પાછળ કાંઈક સારો ઉદ્ેશ હોય જ છે.
જયદેવે જસદણ વિસ્તારના પુરાતન ધાર્મિક સ્થળો ઘેલા સોમનાથ, બીલેશ્ર્વર ખડકાણાની મુલાકાત લીધી સાથે સાથે હિંગોળગઢ અને તેના પ્રાકૃતિક ફાર્મમાં થયેલા સુધારા વધારા પણ જોયા. આમ જયદેવ દિવસો ટુંકા કરતો હતો અને જસદણના ફોજદાર તેમની રજા લંબાવ્યે જતા હતા. તેવામાં દિવાળીના તહેવારો નજીક આવી ગયા જસદણના ફોજદાર હવે રજા ઉપરથી દિવાળી પોતાના વતનમાં કર્યા સિવાય આવે તેમ ન હતા તે વાત પણ પાકકી હતી. જયદેવને મનમાં થયુ કે આટલા વર્ષે રાજકોટ આવ્યો, બ્રાંચમાં પેસ્ટીંગ મેળવ્યુ છતા કુટુંબ સાથે દીવાળી ઉજવવાને બદલે જસદણ ખાતે બંદોબસ્તમાં રહેવુ પડશે કેમ કે દિવાળીના તહેવારોમાં તો કાયદો અને વ્યવસ્થા વધારે સાચવવાની જરૂ ર પડતી હોય છે પોલીસ સ્ટેશનના બીજા જવાનોની તો રજા હજુ પણ મંજુર થાય પણ થાણેદારની હાજરી તો આવશ્યક હોય છે તેમના વગર કામ ચાલે જ નહિ. આથી જ ફોજદારને ઇફભસ બજ્ઞક્ષય જ્ઞર વિંફ મયાફિળિંયક્ષિં કહેવામાં આવે છે.
આમ છતા જયદેવે પોલીસવડાને રજાનો વિનંતી રીપોર્ટ મોકલ્યો અને પોલીસવડાએ વાસ્તવીકતા અને માનવતાને લક્ષમાં લઈ જયદેવની દિવાળીની રજાઓ મંજુર કરી. જયદેવ કાળી ચૌદસને દિવસે સાંજે જસદણથી રજા ઉપર છુટો થઈ રાજકોટનું એક સરકારી કામ સાથે લઈને જીપ સાથે રવાના થયો. જીપ આટકોટ અને વિરનગર વચ્ચે હતી ત્યાં વાયરલેસથી જયદેવને પ્રમોશન સાથે મહેસાણા નિમણુંક મળ્યાના સમાચાર આવ્યા.
જયદેવને બાવીસમાં વર્ષે પ્રથમ પ્રમોશન મળતા ખુશ તો થયો પણ સાથે મહેસાણા જિલ્લાની નિમણુંકને કારણે થોડુ ઓછુ પણ લાગ્યુ. કર્મચારી વર્ગમાં એમ ચર્ચાય છે કે મહેસાણા જિલ્લો સરકારી કર્મચારીઓ માટે નોકરી કરવામાં અધરો છે કેમ કે રાજકારણીઓ તો ઠીક પણ આમ જનતા પણ નિયમો, કાયદો, પરીપત્રો, સાથે રાખી ને જ સરકારી કર્મચારી સાથે વાત કરતા હોય છે. નાની સરખી વાતમાં પણ વિલંબ થાય તે ચલાવી લેતા નથી. વળી રાજકીય અને સહકારી ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે ખુબ જ જાગરૂ કતા હોઈ કોઈ બાબતે ચાલશે તેમ ન ચાલે. તેમ છતા જયદેવને થયુ કે પ્રમોશન તો મળ્યુ હવે તો ફરી વખત કોઈ શાખામાં ખાસ તો સી.આઈ.ડી.આઈ. બી કે એન્ટીકરપ્શન બ્યુરોમાં નિમણુંક માટે રીપોર્ટ આપી પાછા સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી દઈશુ તેમ મન મનાવ્યુ.
જયદેવ રાજકોટ આવી પોલીસવડાને મળ્યો પોલીસવડાએ અભીનંદન આપતા આભાર માની પ્રમોશન અને બદલી વાળી જગ્યા માટે છુટો થઈ દિવાળી નવુ વર્ષ કુંટુબ સાથે મનાવીને લાભ પાંચમના દિવસે તેણે મહેસાણા તરફ પ્રયાણ કર્યુ.