વિશ્વ સ્તરે કૈક સળવળાટ થઇ રહ્યો છે અને ભારતમાં થનારા જી-૨૦ સંમેલન પર વિશ્વના અનેક દેશ અલગ અલગ સુર દાબી રહ્યા છે. લગ્નમાં જેમ ફુવા રિસાય એમ કેટલાક દેશ ભારતથી રિસાઈ રહ્યા છે અને છેલ્લી રશિયા યુક્રેનની યુદ્ધ સ્થિતિના કારણે ઘણા સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે અને હાલમાં ગોચર પણ વિશ્વ સ્તરે મોટા ફેરફારો સૂચવી રહ્યું છે.

તો બીજી તરફ નિત્યાનંદના અનુયાયી વિજયપ્રિયા યુએનના મંચ પર જોવા મળ્યા જે ભારતની છબી માટે એક પડકારરૂપ બાબત બનવા પામી છે અને હાલ સંજોગો પડકારરૂપ છે ખાસ કરીને ભારતની વિદેશનીતિમાં આ સમયમાં ધરખમ ફેરફાર થતા જોવા મળશે.

ગોચર ગ્રહોની વાત કરીએ તો પશ્ચિમના આકાશમાં ગુરુ અને શુક્ર ખુબ નજીક નજીક દેખાઈ રહ્યા છે જેના ફળ વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બીજી તરફ અશ્વિની નક્ષત્રમાં રાહુ શનિથી દ્રષ્ટ છે જે વધુ ગતિવાળી મિસાઈલ વધુ તેજ ગતિના વાહનો ઉપલબ્ધ કરાવશે અને સાથે સાથે મેડિકલ ક્ષેત્રે નવા સંશોધનો અને દવાઓ આવતી પણ જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.