મોરબીના DEPO, જૂનાગઢ, ભાવનગર અને સુ.નગરના deoની ગાંધીનગર બદલી

રાજ્ય શિક્ષણ વિભાગની મહત્વની જગ્યાઓ પર બઢતી અને બદલીના બુધવારે ઓર્ડર થયા છે. જેમાં 5 નાયબ નિયામકને સંયુક્ત નિયામક તરીકે અને 8 ડીઈઓ – ડીપીઈઓ કેડરના અધિકારીઓને નાયબ નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ રાજકોટના DEPO,સહિત સૌરાષ્ટ્રના પાંચ શિક્ષણાધિકારીની ગાંધીનગર બદલી કરવામા આવી છે. આ સિવાય વર્ગ-1 ના ત્રણ અધિકારીઓની બદલી થઈ છે.

રાજકોટનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. સરડવાને ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળના નાયબ નિયામક (વહિવટ) અને મોરબીના બી.એમ.સોલંકીને રાજય શિક્ષણ બોર્ડમાં સંયુક્ત નિયામક તરીકે બઢતી અપાઈ છે. તો જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયને કમિશ્નર શાળાઓની કચેરીમાં નાયબ નિયામક, ભાવનગરના એન.જી.વ્યાસને રાજય શિક્ષણ બોર્ડના સચિવ બનાવાયા છે તો સુરેન્દ્રનગરના ડીઈઓ એસ.એમ.બારડને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં નાયબ નિયામક (પ્લાન) તરીકે બઢતી સાથે બદલી અપાઈ છે.રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કરીકે પી.કે.ત્રિવેદીને મુકવામાં આવ્યા છે.

જીસીઈઆરટીના નિયામક તરીકે શિક્ષણ બોર્ડના સચિવ તરીકે ફરજ બજાવતા ડી.એસ. પટેલને મુકવામાં આવ્યાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમા નાયબ નિયામક એમ.કે.રાવલને શિક્ષણ બોર્ડમા, કમિશનર શાળાઓની કચેરીમા મહેકમ વિભાગના નાયબ નિયામક બી.સી.સોલંકીને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમા અને આરટીઈના નાયબ નિયામક એસ.પી.ચૌધરીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમા જ મહેકમ વિભાગમાં સંયુક્ત નિયામક તરીકે બઢતી અપાઈ છે.સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ તરીકે મહેશ મહેતાની બદલી કરાઈ છે, જેઓની જગ્યાએ આર.આર.પટેલને મુકાયા છે. શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન.રાજગોરની ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના નાયબ નિયામક તરીકે બદલી કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.