પાણીમાં રહેલી ખામીઓને દૂર કરી 14 પીએચ જેટલું શુદ્ધ પાણી બનાવે છે જે માનવ શરીર માટે અત્યંત ગુણકારી અને લાભદાઇ
કુદરત દ્વારા બનાવવામાં આવેલું માનવ શરીર અનેકવિધ રીતે ખૂબ ખાસ છે અને તેમાં પણ જ્યારે પાણીની વાત કરીએ તો માનવ શરીરમાં 55 થી લઈ 78 ટકા જેટલું પાણીનું પ્રમાણ રહેતું હોય છે. આ વાક્ય ને જાણી એ વાત સ્પષ્ટ થાય છે કે માનવ શરીરમાં પાણીનું મહત્વ અનેરૂ છે પરંતુ કયા પ્રકારનું પાણી પીવું એ પણ એટલું જ જાણવું જરૂરી છે. બજારમાં અનેકવિધ પ્રકારના પાણીઓ વહેંચાય છે એટલું જ નહીં લોકો પોતાના ઘરે ફિલ્ટર પ્લાન્ટ પણ રાખે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શું એ પાણી કેટલા અંશે ગુણકારી છે ? ત્યારે આજે આપણે આલ્કલાઇન આયોનાઈઝ્ડ પાણી વિશે જાણવાના છીએ અને આ પાણી એટલે કેંગન વોટર.
જાપાનની ટેકનોલોજીથી બનાવવામાં આવેલા કેંગન વોટરના મશીન પાણીમાં રહેલી ખામીઓ અને બેક્ટેરિયાને દૂર કરી 14 પીએચ જેટલું શુદ્ધ પાણી બનાવે છે જે માનવ શરીર માટે અત્યંત ગુણકારી અને લાભદાય નીવડે છે. હા એ વાત સાચી છે કે હાલના સમયે કેંગન વોટરનું મશીન ખૂબ વધુ કિંમત પર વહેંચાય છે પરંતુ આ જ નહીં તો કાલ લોકો કેંગન પાણીનો ઉપયોગ કરતા થઈ જશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આજથી દસ વર્ષ પહેલા વોટર પ્યુરીફાયર પણ લોકો માટે એક નવો ક્ધસેપ્ટ હતો પરંતુ સમયાંતરે હવે દરેક લોકોના ઘરે આરો ફિલ્ટર પ્લાન્ટ જોવા મળે છે. પરિણામે આવનારા દિવસોમાં પણ કેંગન વોટર દરેક લોકોના ઘરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરશે.
આલ્કલાઇન આઈઓડાઈઝડ પાણી એટલે કેંગન વોટર. આ વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે. કેટલાક લોકો કહે છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે કોરોના વાયરસ સામે લડવા માટે કારગર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં શરીરમાં ઉદ્ભવિત થતી વિવિધ તકલીફોનું નિવારણ આ પાણીના સેવનથી દૂર થઈ જાય છે.
કેંગન વોટરના ફાયદા
કેંગન વોટરમાં અલ્ટ્રા-હાઇડ્રેટિંગ ગુણધર્મો છે. આ પ્રકારના પાણી તેમના માટે ખૂબ ફાયદાકારક છે જે આખો દિવસ વ્યસ્ત રહે છે અથવા ઘણું વર્કઆઉટ કરે છે, કારણ કે તે લાંબા સમય સુધી શરીરને હાઇડ્રેટ રાખે છે. તજજ્ઞોના મત મુજબ કેંગન વોટરમાં રહેલા પાણીના અણુઓ નાના હોય છે અને તમારા શરીરના કોષો દ્વારા સરળતાથી શોષાય છે, જે તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
શુદ્ધ પાણીની સાથે યુવાઓને વ્યવસાયિક બનાવવા માટેનો અનેરો પ્રયાસ: સાગર ઝાલાવાડિયા
એનેજીક વોટર અને કેંગનના સાગરભાઇ ઝાલાવાડીયા એ જણાવ્યું હતું કે કેંગન વોટરનું સેવન મનુષ્ય માટે અત્યંત જરૂરી અને આવશ્યક બનશે કારણ કે આ પાણી એટલું શુદ્ધ હોય છે કે શરીરમાં રહેલી ખરાબિઓને તે દૂર કરી માનવ શરીરને સ્વસ્થ બનાવે છે. વધુમાં તેઓએ કંપની વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જાપાન ટેકનોલોજી થી શુસજ્જ આ કેંગન વોટર અત્યંત ફાયદા રૂપ છે એટલું જ નહીં માત્ર ગુણવત્તા યુક્ત પાણીની સાથે યુવાનોને વ્યવસાયિક બનાવવા માટે પણ કંપની કાર્ય કરી રહી છે.
આ મુદ્દે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેંગન વોટર માત્રને માત્ર કેંગનના ડિસ્ટ્રીબ્યુટર એટલે કે નેટવર્ક માર્કેટિંગ મારફતે જ મળી શકે છે જે અન્ય કોઈ દુકાન કે શો રૂમમાં મળશે નહીં જેનાથી યુવાનો કે જે પોતાનો વ્યવસાય કરવા માગતા હોય તેઓ માટે લાબદાયી નીવડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ કેંગન પાણી પીવા માંગતી હોય તેમને કંપની દ્વારા યોગ્ય અને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવશે.