પશ્ચિમ બંગાળના નકસલ પ્રભાવી વિસ્તારોમાં મતદાન, આસામમાં પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સહિતના મોટા માથાઓનું ભાવિ નક્કી થશે
પશ્ર્ચિમ બંગાળમાં 30 અને આસામની 47 બેઠકો માટેનું પ્રથમ તબકકાનું મતદાન શરૂ થયું છે ત્યારે સમગ્ર દેશની મીટ આજના પ્રથમ તબક્કાના મતદાન પર મંડાય છે. પશ્ર્ચિમ બંગાળ અને આસામમાં આજનું મતદાન પરિવર્તન કરાવશે કે પુનરાવર્તન તેના પર સમગ્ર દેશની મીટ મંડાઈ છે. ભાજપ માટે આજની ચૂંટણીનો પ્રારંભ ખુબજ અગત્યતા ધરાવે છે. પશ્ર્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ, પોંડીચેરીના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમમાં આજે પશ્ર્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્ામાં મતદાન નિર્ધારીત સમયે મતદાન પ્રથમ તબક્કામાં 1.54 કરોડથી વધારે મતદારોએ પોતાનો મતાધિકાર વાપરશે. પશ્ર્ચિમ બંગાળ પ્રતમ તબક્કામાં 30 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો એક જ સમયે નકસલ પ્રભાવ હેઠળના જંગલ મહેલ વિસ્તારમાં આવી છે. તમામની નજર આ વિસ્તારમાં થઈ રહેલા મતદાન પર છે. બીજી તરફ મોદીએ બન્ને રાજ્યના મતદારોને પોતાનો મતાધિકાર અચૂકપણે કરવા અપીલ કરી છે. વડાપ્રધાન આસામ અને બંગાળ માટે અલગ અલગ ટવીટ કરી મોટા પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી છે. આસામ વિધાનસભાની 126 બેઠકોમાં આજે 47 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આસામના મુખ્યમંત્રી સબ્બારનંદ સોનોરવાલ વિધાનસભાના અધ્યક્ષ, હરિન્દ્રનાથ ગોૈસ્વામી, વિપુન બોરાની કિસ્મત આજના તબક્કામાં દાવમાં લાગી છે. સત્તાધારી પક્ષ ભાજપ અને આસામ ગણ પરિષદમાં અનેક મોટામાથાઓનું ભાવિ સીલ થશે.
પ્રથમ તબક્કામાં આસામમાં મોટાભાગની બેઠક સત્તાધારી ભાજપ, એજીપી ગઠબંધન અને કોંગ્રેસના મહાગઠબંધન એજીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ મંડાયો છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાનમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસને આ વખતે ભાજપ કાંટાની ટક્કર આપી રહી છે. રાજ્યમાં 274 વિધાનસભાની બેઠકમાંથી 27 માર્ચથી શરૂ થયેલી ચૂંટણી 29 એપ્રીલ વચ્ચે 8 તબક્કામાં મતદાન થશે. આજે પ્રથમ તબક્કામાં 5 જિલ્લાની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો નકશલ પ્રભાવિ વિસ્તારોમાં સામેલ છે. આજનું મતદાન પશ્ર્ચિમ બંગાળ અને આસામમાં પરિવર્તન કરાવશે કે પુનરાવર્તન પર તેની દેશની મીટ મંડાઈ છે.